પાટણ વિશ્વ હિન્દુ પરિષદદ્વારા નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન NMO ના સ્વાસ્થ્ય સેવા થી રાષ્ટ્ર સેવા ના સુત્રને ચરિતાર્થ કરવાની ભાવના સાથે સેવા ભારથી ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે તા.13 એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા ડો.આંબેડકરજીના જન્મ જયંતી પ્રસંગ ની ઉજવણીના ઉપલક્ષ્યમાં સવારે 9 થી બપોર ના 12 કલાકના સમય દરમ્યાન પાટણ શહેરના જુદા – જુદા 7 વિસ્તારોમાં તેમજ જિલ્લા ના જુદા-જુદા 15 જેટલા સ્થળો પર નિ:શુલ્ક મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું .
પાટણ શહેર સહિત જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ના સુત્ર ને સાથૅક કરવા સેવા ભારતી ગુજરાતના સહયોગ થી પાટણ શહેરના હર્ષનગર,મોતીસા ચોક,ધનાવાડાના છાપરા,ખાલકપરા,સૂર્યાનગર, શ્રમજીવી અને રામનગર વિસ્તારમાં સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી નિ: શુલ્ક મેડિકલ કેમ્પો યોજી જરૂરિયાત મંદ દર્દીઓને વિવિધ તબીબો દ્વારા તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. બંધારણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી પ્રસંગ ની ઉજવણી ને યાદગાર બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ પાટણ અને સેવા ભારતી ગુજરાતના સેવાભાવી કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પોને સફળ બનાવવા જહેમત ઉઠાવવામા આવી હતી.