પાટણવાડા સમાલ પરગણા ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમને સમાજે બિરદાવ્યો
“મંગલ પ્રકાશ મૂહુર્ત ” નામના પુસ્તક નું વિમોચન કરાયું; પાટણવાડા સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે દાતાઓના દાનના સહયોગથી સમાજના વિદ્યાર્થીઓને નિશુલ્ક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ ખેમચંદભાઈ શ્રીમાળી (સમૌ)ના અધ્યક્ષ સ્થાને આયોજિત ગુરુ બ્રાહ્મણ સમાજના ધોરણ ૧ થી ૧૨ સુધીમાં અભ્યાસ કરતાં બાળકોને અભ્યાસ વિષયક સામગ્રી વિતરણ કરવાના આ કાર્યક્રમની સમાજે સરાહના કરી હતી.
શૈક્ષણિક કીટ મા વિધાર્થીઓને પાણીની બોટલ, લંચ બોક્ષ, પેન્સિલ પેકેટ ,કલર બોક્ષ,ચોપડા, નોટબુક અને દફતર અપૅણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુરુ બ્રાહ્મણ સમાજના સામાજિક આગેવાન અને સમાજ ટ્રસ્ટને નિરંતર સહયોગી ” મંગલ પ્રકાશ મૂહુર્ત ” નામના પુસ્તક નું વિમોચન ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમેરિકા સ્થાયી થયેલા પુનાસણ ગામના વતની સદરૂદ્દીન નુરજીભાઈ કરેડીયા અને શ્રીમતી હમીદાબાનું સદરુદ્દીન કરેડીયાએ ખાસ ઉપસ્થિત રહી ટ્રસ્ટના આ શૈક્ષણિક કાર્યમાં પોતાનું અનુદાન આપી સહભાગી બન્યા હતા. પાટણવાડા સમાલ પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ દ્રારા આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા સૌ ટ્રસ્ટી મંડળ સહિત સમાજ આગેવાનો,યુવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.