કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર : ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ, ગેરકાયદેસર દબાણો હટાવવા, અને સામાન્ય જનતા માટે કલ્યાણકારી યોજનાઓ થકી રાજ્ય બન્યું ‘ગ્રોથ એન્જિન‘
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ સમયગાળામાં રાજ્યને સેવા, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના આધારે આગળ વધારવામાં આવ્યું છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુસરીને ગુજરાતને રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર અને એઆઈ જેવા ક્ષેત્રોમાં અગ્રેસર બનાવવામાં આવ્યું છે. ચાર વર્ષમાં ૫૦થી વધુ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી, ૧૫ લાખ આવાસોનું નિર્માણ અને ૫ લાખથી વધુ યુવાનોને રોજગાર જેવી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે.
ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ તેમના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષોમાં ગુજરાતને વિકાસના નવા આયામો આપવામાં આવ્યા છે, જેમાં સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના ચાર પિલર પર ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે આગળ વધારવામાં મુખ્યમંત્રીએ અવિરત પ્રયાસો કર્યા છે. આ કાર્યકાળમાં વિકાસના લાભો રાજ્યના જન-જન સુધી પહોંચાડવામાં આવ્યા છે, અને રાજ્યને રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનાવવામાં આવ્યું છે.
મક્કમ વ્યક્તિત્વ અને નિર્ણયો
આ ચાર વર્ષમાં મુખ્યમંત્રીશ્રીએ મક્કમ નેતળત્વનું ઉદાહરણ આપ્યું છે. અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે ૪ લાખ ચોરસ મીટરના ગેરકાયદે દબાણો તોડવામાં આવ્યા. દ્વારકા અને સોમનાથમાં પણ અંદાજે ૬ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ અપનાવીને ૫૦ જેટલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી. જાહેર ભરતીમાં ગેરરીતિ પર કડક કાયદો અમલી બનાવ્યો. વીજળીના દરમાં ૧૫ પૈસાનો ઘટાડો કરીને ઈં ૪૦૦ કરોડનો ફાયદો આપવામાં આવ્યો. ખેડૂતો માટે જમીન વેચાણ અને પ્રિમિયમમાં સરળીકરણ કરવામાં આવ્યું.
સુશાસનના ૪ વર્ષ
કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટયૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’- જીઆરઆઈટીની રચના
* ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની (જીએઆરસી) રચના
* રાજ્યના શહેરોને ભવિષ્યલક્ષી આયોજન સાથે ફયુચર રેડી બનાવવા માટે વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરવામાં આવ્યું
* રાજ્યમાં ૯ નવી મહાનગરપાલિકાઓ જાહેર કરી, હવે ગુજરાતમાં કુલ ૧૭ મહાનગરપાલિકાઓ
* નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક અને વહિવટી મંજૂરી મળ્યા બાદ આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં ૧૦૦ ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે
* ‘અ’ વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ રૂા. ૭૦ લાખ સુધીના કામોની તાંત્રિક વહીવટી મંજૂરી આપી શકાશે.
* ‘બ’ વર્ગમાં ૨૫૦ લાખ ‘ક’ વર્ગમાં રૂા. ૪૦ લાખ અને ‘ડ’ વર્ગમાં રૂા. ૩૦ લાખ સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે
* ર્અનિંગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત ક્૨૦૪૭’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
* રાજ્યના શહેરો ગ્રોથ હબ બને તે દિશામાં ૬ ગ્રોથ હબ બનાવવાનું આયોજન
* રાજ્યમાં ઇઝ ઓફ લિવિંગને વેગ આપવા નવી દરેક ટી.પી. સ્કીમમાં ૧ ટકા અર્બન ફોરેસ્ટ, ૧ ટકા ર્પાકિંગ અને ૫ ટકા ઇ.ડબ્લ્યુ.એસ. માટે અનામત
* રાજ્યના નાના નગરો સુનિયોજીત રીતે વિકસે તે માટે દરેક નગરપાલિકામાં એક ટીપી સ્કીમ વિકસાવાશે
* શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે ૧૦૦થી વધુ ટીપી સ્કીમ મંજૂર થશે
* ૧ લાખ સુધીની વસ્તી ધરાવતા ૫૫ નગરો માટે જીઆઈએસ આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે
* રાજ્યના વહીવટીતંત્રમાં એએલના ઉપયોગ દ્વારા સુશાસનને પ્રોત્સાહન આપવા માટે એઆઈ ટાસ્ક ફોર્સની રચના
* શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે અમલમાં મૂકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત અર્લી ર્વોનિંગ સિસ્ટમ (ઈડબ્લ્યુએસ)
* પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ તેમજ મહિલા અને બાળકો માટે સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ જાહેર, મલ્ટીપલ હેલ્પલાઇન નંબરો થયા રિપ્લેસ
* ગુજરાતમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ ૪.૦૪ લાખ સોલાર રૂફટોપ પેનલ્સ; રાજ્ય કુલ ૧૦ લાખ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં અગ્રેસર
* રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, ૨૨ જિલ્લાઓમાં ૨૪ જિલ્લા રમત સંકુલ કાર્યરત
* કોમનવેલ્થ ૨૦૨૯ અને ઓલિમ્પિક ૨૦૩૬ ના આયોજન માટે ગુજરાતની પસંદગી
સેવા અને સમર્પણના ૪ વર્ષ
* રાજ્યના ૩૮ શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે પાયાની સુવિધાઓ ધરાવતા ૧૧૬ આશ્રયસ્થાન સ્થાપિત, આશ્રયસ્થાનોમાં દરરોજ ૧૦ હજાર લોકો આશરો મેળવે છે
* દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને માથે છત મળી રહે તેવા મોદીજીના વિઝનને આગળ વધારતા ચાર વર્ષમાં રાજ્યમાં ૧૫ લાખથી વધુ આવાસોનું નિર્માણ
* પ્રાથમિક શાળાના બાળકોને બપોરના ભોજન ઉપરાંત પોષણયુક્ત પૌષ્ટિક આહાર મળે તે સુનિヘતિ કરવા ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો પ્રારંભ
* રાજ્યના ૩.૨૬ કરોડ લોકોને લાભાર્થીઓને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
* નમો શ્રી યોજના હેઠળ ૧ વર્ષમાં ૪ લાખ માતાઓને મળી રૂા. ૨૨૨ કરોડની આર્થિક સહાય
* શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૨૯૩ ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત, અત્યારસુધીમાં ૨ કરોડ ૬૮ લાખ લોકોને ભોજન વિતરણ
* રૂા.મુખ્યમંત્રી માતળશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ ૪,૮૬,૬૩૨ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
* રૂા. આરોગ્ય સુરક્ષા કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમળતમ્ (પીએમજેએવાય-એમએ) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી રૂા.૫ લાખની સહાય વધારીને રૂા. ૧૦ લાખ
* ગુજરાતમાં ૨.૯૨ કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ
* પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (પીએમએનડીપી) અંતર્ગત ગુજરાતમાં કુલ ૨૮૩ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત ૂ રાજ્યમાં કુલ ૩૫ ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં ૭૮ હજારથી વધુ દર્દીઓના ૨,૨૩,૯૭૯ કીમોથેરાપી સેશન્સ થયા
* ‘વર્લ્ડ ઓબેસિટી ડે’ના દિવસે ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાનનો પ્રારંભ
* અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલિઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહૂડ્સ) યોજના લોન્ચ
* રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૪ વર્ષમાં કુલ ૬૫૪૭ ભરતીમેળાઓ થકી ૫,૦૬,૭૪૧ લોકોને રોજગાર આપવામાં આવ્યો
* ‘નમો લક્ષ્મી’ યોજના શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યની ૧૦ લાખથી વધુ વિદ્યાર્થિનીઓને રૂા. ૧૦૦૦ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી
* ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ શરૂ થયેથી અત્યારસુધીમાં રાજ્યના ૧.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂા. ૧૬૧ કરોડથી વધુની સહાયની ચૂકવણી
* કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ૧૬,૮૯૯ ગામો (૧૯.૪૮ લાખ ગ્રાહકો સાથે) નિયમિત મેળવે છે દિવસે વીજળી
* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન કાર્યક્રમ હેઠળ ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
* નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-૨૦૨૪ જાહેર
* આદિજાતિ સમુદાયોના વિકાસ માટે રૂા. ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલી કરવામાં આવી
નીતિ નિર્ધારણના ૪ વર્ષ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં સેક્ટર સ્પેસિફિક નીતિ નિર્ધારણથી રાજ્યના વિકાસને વેગ આપવાની શરૂઆત કરી હતી. તેને આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સેક્ટર સ્પેસિફિક નીતિઓ ઘડીને રાજ્યમાં ફયૂચરિસ્ટિક ક્ષેત્રો માટે દ્વાર ખોલ્યાં છે.
૧. ગુજરાત આત્મનિર્ભર પોલિસી (૨૦૨૨)
૨. ગુજરાત બાયોટેક્રોલોજી પોલિસી ૨૦૨૨-૨૭
૩. નવી ગુજરાત આઈટી/આઈટીઈએસ પોલિસી ૨૦૨૨-૨૭ ૂ ૪. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી ૨૦૨૨-૨૭
૫. ધ ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસી (૨૦૨૨)
૬. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૭
૭. સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૭
૮. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી ૨૦૨૩
૯. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી ૨.૦ (એસએસઆઈપી-૨.૦)
૧૦. ગુજરાત ખરીદ નીતિ ૨૦૨૪
૧૧. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી ૨૦૨૪
૧૨. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪
૧૩. કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૨૪
૧૪. ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦)
૧૫. ગુજરાત સ્પેસટેક પોલિસી ૨૦૨૫-૩૦

