રાજકોટ હાઇવે પરથી હથિયારો સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી

રાજકોટ હાઇવે પરથી હથિયારો સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી

દિવાળીની ઉજવણીના નામે અસમાજિક તત્વો બેફામ ન બને તે માટે પોલીસ તંત્ર તહેવારોમાં પણ સજાગ રહી લોકોની સુરક્ષા કરી રહ્યું હતું. તહેવારની ઉજવણીની આડમાં અસામાજિક તત્વો દ્વારા નાગરિકોને નુકસાન ન પહોંચે તેમજ તહેવારના રંગમાં ભંગ ન પડે તે માટે પોલીસ તંત્ર પોતાની ફરજ પર હતું. આ દરમિયાન રાજકોટ પોલીસે શહેરમાં હથિયાર અને જીવતા કાર્ટીઝ ગાડીમાં ભરીને લઈ જતાં ચાર શખસોને પકડી પાડ્યાં છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર પોલીસને એક શંકાસ્પદ કાર જતી જોવા મળી. પોલીસે આ કારને રોકી તપાસ કરી તો તેમાંથી 1 દેશી પિસ્ટોલ અને 4 જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતાં. પોલીસે તપાસ દરમિયાન મળેલાં હથિયાર અને કાર સહિત 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સિવાય કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધી કારમાં બેઠેલાં ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  પોલીસે ચારેય આરોપી સામે ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી. જોકે, હજુ સુધી સામે નથી આવ્યું કે, આરોપી આ હથિયાર ક્યાં લઈ જઈ રહ્યાં હતાં અને તેમનો આ હથિયાર લઈ જવા પાછળનો ઈરાદો શું હતો? હાલ એકપણ આરોપીની ઓળખ થઈ શકી નથી. પોલીસ તમામ આરોપીની ઓળખ કરી રહી છે. આ સાથે જ પોલીસ હથિયાર લઈ જવા પાછળનું કારણ તેમજ તેમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે નહીં તે વિશે તપાસ કરી રહી છે.

subscriber

Related Articles