વડાવલીના ચાર માસુમ સહિત મહિલા તળાવમાં ડુબ્યા; પાંચના મોત

વડાવલીના ચાર માસુમ સહિત મહિલા તળાવમાં ડુબ્યા; પાંચના મોત

એકીસાથે પાંચ જનાજા નીકળતા સમસ્ત ગ્રામજનોમાં શોકની કાલીમાં છવાઈ: વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યાં

ગામના ચોકમાં આવેલી મદીના મસ્જિદ ખાતે મૌલાના દ્વારા નમાજે જનાઝા અદા કરાય; ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રવિવારે મોડી સાંજે ગોજારી ધટના સજૉતા એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ લોકો ના મોત નિપજતા સમગ્ર ગામમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. આ ગોજારી ધટના ની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના વાઘજીપરા વિસ્તારમાં રહેતા લધુમતી પરિવારની મહિલા સહિત ચાર માસુમ બાળકો રવિવારની સ્કૂલ મા રજા હોવાથી સીમમાં આવેલ ટાકોદી તરફ જવાના માગૅ પરના ધાધરેટીયા તળાવ કાઠે બકરા ચરાવવા ગયેલા હતાં જેમાં ચાર માસુમો પૈકીના એક માસુમ કોઈ કારણસર તળાવમાં ગરક થતાં તેને બચાવવા એક પછી એક માસુમ સહિત મહિલા પણ આ તળાવમાં ગરક થવા પામી હતી.

જોકે ધટના ની જાણ મોડી સાંજે બકરાઓ ઘરે એકલા પરત ફરતા પરિવારજનોએ બકરાં ચરાવવા ગયેલ પરિવારની મહિલા સહિત ના બાળકો સાથે ન જોતા તેઓએ તળાવ નજીક તપાસ કરતાં તળાવ પાસે મળી આવેલ ચપ્પલો પરથી અનુમાન લગાવી સ્થાનિક તરવૈયાઓ ની મદદથી તળાવમાં તપાસ કરતાં એક પછી એક એમ પાંચ લોકોને દોઢથી બે કલાક ની જહેમત બાદ બહાર કાઠવામાં આવ્યા હતા. તો બનાવ ના પગલે ગામના સરપંચ સહિત તલાટી એ પણ ધટના સ્થળે દોડી જઈને સધળી હકીકત તાલુકા વિકાસ અધિકારી ને કરતાં તેઓએ પ્રાંત અધિકારી ને આ ધટના થી અવગત કયૉ હતાં.તો તળાવ માથી કાઠવામાં આવેલ તમામને તાત્કાલિક સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે તમામને મૃત જાહેર કરતાં પરિવારજનો સહિત સમગ્ર વડાવલી ગામમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

વડાવલી તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત અન્ય બે માસુમોની લાશો નું ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે લવાતાં મૃતકના પરિવારજનો ના આક્રદ થી વાતાવરણ ગમગીન બન્યું હતું. તો ધટનાને પગલે ગ્રામજનો સહિત સરપંચ, તલાટી અને પ્રાત અધિકારી પણ રેફરલ હોસ્પિટલમાં હાજર રહી પોસ્ટમોર્ટમ ની વિધિ પતાવી લાશોને પરિવારને સોપવામાં આવી હતી.પરિવારજનો લાશો લઈને વડાવલી પહોચતા સમગ્ર ગામમાં ધેરા શોક ની કાલિમા છવાઈ જવા પામી હતી.

સોમવારે સવારે મૃતાત્માઓના એકી સાથે જનાઝા નિકળતા  સમસ્ત વડાવલી ગામ હિબકે ચડયું હતું.તો ગામના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ગામના ચોકમાં આવેલ મદિના મસ્જિદ ખાતે મૌલાના દ્રારા નમાઝે જનાઝા ફરમાવી મૃતાત્માઓની શાંતિ માટે ખુદા તાલાને બંદગી કરી ગામના કબ્રસ્તાનમાં મૃતકોની દફનવિધિ કરવામાં આવી હતી. ધટના ની પોલીસે ફરિયાદ નોધી ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. વડાવલી તળાવ ની ગોજારી ધટનામા ભોગ બનેલા કમભાગી આત્મા ઓમા સોહેલ રહિમભાઈ કુરેશી ઉ.વ.૧૪,સિમરન સલીમભાઈ સિપાહી ઉ. વ.૧૨,મલેક ફિરોજા કાળુભાઈ ઉ.વ.૩૨,અબ્દુલ કાદિર કાળુભાઈ  મલેક ઉ. વ.૧૦ અને મહેરા કાળુભાઈ મલેક ઉ્.વ.૮ હોવાનું જાણવા મળ્યું છે.

જોકે આ બનાવની જાણ રવિવારે સાંજે જ ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોર ને થઈ હોવા છતાં તેઓએ આ દુખની ધડી માં સહભાગી બનવાની જગ્યાએ તેઓ સમયસર દુઃખ ના પ્રસંગે હાજર ન રહેતા લોકોમાં તેઓ ટીકા પાત્ર બન્યાં હતાં પરંતુ સોમવારે પણ તેઓ હાજર ન રહેતા મૃતાત્માઓના જનાઝા સમયે કોગ્રેસના કાયૅકરો અને મૃતાત્માઓના સગાઓ દ્રારા ટેલિફોન કરી ધારાસભ્ય ને આ દુખની ધડી માં સહભાગી બનવા જણાવતા જનાઝા ગામના ચોકમાં પહોચ્યા ત્યારે ધારાસભ્ય એ પહોંચી કરૂણ ધટના બદલ દિલગીરી વ્યક્ત કરી મૃતાત્માઓના આત્માની શાંતિ માટે ખુદા તાલાને બંદગી ફરમાવી સરકાર તરફથી મૃતક ના પરિવાર જનોને મૃત સહાય મળે તે માટે પત્ર લખી રજુઆત કરવાની ખાતરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *