ડીસામાં ગતમોડી રાત્રે વરસેલા અંદાજે ચાર ઇંચ જેટલા વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અચાનક વરસેલા ભારે વરસાદે વહીવટીતંત્રના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ઉઘાડી પાડી છે. ખાસ કરીને, ડીસાની ગુલબાણીનગર સોસાયટી અને અંબિકાનગરમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. ગુલબાણીનગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન નાળું ઓવરફ્લો થતાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી પણ લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેવી જ રીતે, અંબિકાનગરમાં પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં વોર્ડ નંબર ૨ ના સદસ્ય અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત સોસાયટીના રહીશો દ્વારા રાત્રિ દરમિયાન જ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દ્વારા તાત્કાલિક અસરથી જેશીબી મશીન સાથે પાલિકાની ટીમને ગુલબાણીનગર સોસાયટીમાં ઉતારી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- July 13, 2025
0
335
Less than a minute
You can share this post!
editor

