બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્યની બિનહરીફ વરણી

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્યની બિનહરીફ વરણી

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આજે યોજાયેલી ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી પડેલા પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ શશીકાંતભાઈ પંડ્યાની બિનહરીફ વરણી થતા ચૂંટણી પ્રક્રિયા ટળી હતી.

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી  તરુણભાઈ જોશીના જણાવ્યા અનુસાર, પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે ચૂંટણી અંગેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં એસોસિએશનના કુલ 96 નોંધાયેલા સભ્યો પૈકી 76 સભ્યો આજના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.જેમાં સર્વસંમતિથી ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. શશીકાંત પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી થતા તેમના શુભેચ્છકો અને સમર્થકો તેમજ સભ્યો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શશીકાંતભાઈ પંડ્યાની બિનહરીફ અધ્યક્ષ તરીકે વરણી બનાસકાંઠા જિલ્લામાં ક્રિકેટના વિકાસ માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *