અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનમાં અન્ય ઘણા મુસાફરો ઉપરાંત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હોવાના દુઃખદ અહેવાલ મળી રહ્યા છે.
આજે 12 જૂનને ગુરુવારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડતાં અનેકનાં મૃત્યુ થયા છે. વિમાનમાં સવાર મુસાફરોમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી પણ હતા અને હાલ મળતા અહેવાલ અનુસાર દુર્ઘટનામાં તેમનું પણ નિધન થયું છે.