મહેસાણા દૂધસાગર ડેરીના બહુ ચર્ચિત સાગરદાણના પ્રકરણમાં દૂધસાગર ડેરીના પીરવ ચેરમેન વિપુલ ચૌધરીને સાત વર્ષની આકરી સજા ફટકરવામાં આવી છે.આગામી દિવસોમાં દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી લડવા માટે મહેસાણા સેસન્સ કોર્ટમાં સજા ઉપર સ્ટે માટે વિપુલ ચૌધરી દ્વારા સ્ટે આપવા માટે અરજી કરવામાં આવી હતી જેમાં સેસન્સ કોર્ટે ટાંકયું છે કે બે વર્ષથી વધુની સજા થયેલ વ્યક્તિ કોઈપણ ચૂંટણી લડી શકે નહીં જે અનુસંધાને વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા થયેલ છે.
સાગરદાણ કેસમાં થયેલ કન્વિક્શન (conviction) મોકૂફ (stay) રાખવા માટે અરજી કરી હતી. આ કેસ માં સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર વિજય બારોટની નિમણૂક કરી છે. ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્રારા થયેલ કન્વિક્શન સ્ટે નહીં કરવા રજૂઆત કરવામાં આવી હતી. તેવામાં સાગરદાણના બહુ ચર્ચિત પ્રાકરણમાં મહેસાણા સેસન્સ કોર્ટ દ્રારા વિપુલ ચૌધરીની સ્ટેની અરજી ફગાવી દેતા વિપુલ ચૌધરીને વધુ એક ઝાટકો લાગ્યો છે. મહેસાણા સેસનાન્સ કોર્ટે સાત વર્ષની સજાની જોગવાઈ કરેલ હોઈ વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણી નહીં લડી શકે.