મહેસાણા એલસીબીએ કડી તાલુકાના સરસાવ ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને એક બિનવારસી ફોર્ચ્યુનર ગાડી મળી આવી હતી. આ ગાડીમાંથી ₹2.56 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે. એલસીબી પીએસઆઇ અને તેમની ટીમ કડી તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન સ્ટાફના જોરાજી અને પ્રદીપકુમારને માહિતી મળી કે સરસાવ ગામમાં બોર નજીક એક નેળીયામાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી પડી છે. પોલીસે તાત્કાલિક રેડ કરી તો ગાડીનો દરવાજો ખુલ્લો હતો અને ચાવી પણ ગાડીમાં જ હતી. તપાસ કરતાં 1,824 બોટલ વિદેશી દારૂ અને બીયર મળી આવ્યા. કુલ ₹17.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ગાડીની કિંમત પણ સામેલ છે.ગાડીનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. એલસીબીએ નંદાસણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે.

- February 20, 2025
0
226
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next