અંદાજે 127 ગામો ને પાણી પુરવઠો પૂરો પાડવા માટે એપ્રિલ 2024થી એપ્રિલ 2029 સુધી એક કન્ટ્રક્શન કંપની ને રૂ 20 કરોડ થી વધુ રકમ નું ટેન્ડર સરકાર ના ધારા ધોરણ મુજબ મળેલ છે.
જેમાં મળતી વિગતો મુજબ આ દરેક ગામો માં પાણી ની સમસ્યા સર્જાય તો એજન્સી એ પોતાના સ્વખર્ચે ટેન્કર મારફત પાણી પૂરું પડવાની જવાબદારી એજન્સી ની રહે છે. જાણવા મળતી માહિતી અનુસાર ચુડમેર થી વાયા તખ્તપુરા થી વાવ તાલુકાના ચુવા ઉચપા ગભીરપુરા ઢીમા ભાખરી આછુંવા રાછેણા ચોથા નેસડા જેવા 15 થી વધુ ગામો માં છેલ્લા સતત ત્રણ દિવસ થી પાણી નો પુરવઠો મળતો નથી. જાણવા મળતી માહિતી ચુડમેર પ્લાન્ટ પર થી ફોલ્ડર પમ્પ બળી ગયેલ છે. જેને રિપેરીગ કામ માટે મોકલેલ હોઈ પાણી નો પુરવઠો બંધ હોવાનું જાણવા મળેલ છે. તો શું. એજન્સી પાસે નવા પમ્પની સુવિધા નથી? સતત ત્રણ દિવસ થી જે ગામો ને પાણી નથી પહોચ્યું તેમને ટેન્કર મારફત પાણી મળ્યું છે ખરા?
આ ત્રણ દિવસ પાણી બંધ રહેલ તો જવાબદાર ના કા.ઇજનેરે એજન્સી ને કોઈ લેખિત પત્ર લખેલ છે? એજન્સી પાસે થી ત્રણ દિવસ ની સરકારના પરિપત્ર મુજબ પેલનટી લેવાશે ખરા? જેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે. વાવ પા.પુરવઠા કચેરીના ના.કા.ઈજનેર કેમ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતાં ખચકાય છે.
જોકે જાણવા મળતી માહિતી મુજબ એજન્સી ના હાથ નીચે લેબર કામ કરતા મજૂરો ને ઓન લાઇન પગાર ચૂકવાને બદલે રોકડ માં ચુકવણું કરાય છે. જેથી કરી પગાર ની સાચી રકમ જાણી ન શકાય સતત ત્રણ દિવસ થી પાણી વિના વલખાં મારતાં આ 15 ગામો ને પાણી આપવામાં એજન્સી ની કામગીરી ચર્ચાના ચગડોળે ચડી છે. પરંતુ રાજકીય વગ ધરાવતા આ એજન્સી વિરુદ્ધ પગલાં ભરતાં પા.પુરવઠા ના અધિકારી ઓ પણ ગભરાય છે. જો કે સતત ત્રણ દિવસ થી પાણી વિના વલખાં મરતા આ 15 ગામો ને નિયમિત પાણીનો પુરવઠો ક્યારે મળશે એ સવાલ ચર્ચા ના એરણે જોવા મળી રહ્યો છે.