હોટલ -રેસ્ટોરન્ટના કુલ ૧૧૦ વેપારીઓને ખાદ્ય સલામતીની ખાસ તાલીમ અપાઈ; પાલનપુર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર,બનાસકાંઠા દ્વારા ખાદ્ય ચીજોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ માટે fostac અંતર્ગત તાલીમ અને સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ફૂડ સેફ્ટી ટ્રેનીંગ એન્ડ સર્ટિફિકેશન કાર્યક્રમમાં પાલનપુર તાલુકાના હોટલ -રેસ્ટોરન્ટના કુલ ૧૧૦ વેપારીઓને ખાદ્ય સલામતીની ખાસ તાલીમ અપાઈ હતી. આ તાલીમમાં વેપારીઓને ખાદ્ય ઉત્પાદનમાં સ્વચ્છતા અને હાઇજીન જાળવવું, બેક્ટેરિયા અને જીવાણુઓના સંક્રમણને રોકવા માટેની તકનીકો, ખાદ્યના ઉત્પાદન અને વિતરણમાં રેકોર્ડ મેન્ટેન કરવું, ભારતીય ખાદ્ય સલામતી અને ધારા અંગેની માહિતી વગેરે બાબતે માહિતી અપાઈ હતી.
- January 24, 2025
0
31
Less than a minute
You can share this post!
editor