વડગામ તાલુકાના મજાદર ગામે કેટલાક ઈસમો થુમડાવાસ માં હારજીતનો તીનપત્તીનો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે છાપી પીઆઇ એચ.આર.વાઘેલા, મૂળરાજસિંહ, સુરેશભાઈ, સહિતની ટીમે બાતમી વાળી જગ્યાએ સોમવારે છાપો મારી જાહેરમાં ગોળ કુંડાળું કરી જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડી રૂ. ૧૨૬૪૫ની રોકડ જપ્ત કરી જુગાર ધારા હેઠળ ગુનોનોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલા જુગારી ઓના નામ
(૧) મહેન્દ્રભાઈ નટવરલાલ જાદવ રહે. મગરવાડા તા.વડગામ
(૨) રમેશભાઈ વિરાજી ઠાકોર રહે. એદરાણા તા.વડગામ
(૩) વિરજીભાઈ ડોહજીભાઈ ભુતેડીયા રહે. ટીંબાચુડી તા.વડગામ
(૪) અમરતભાઈ દલસાભાઈ પ્રજાપતિ રહે.મગરવાડા તા.વડગામ
(૫) જગદીશભાઈ સેધાભાઈ પ્રજાપતિ રહે. મજાદર તા. વડગામ

