લાખણીમાં રહેણાંક મકાનમાંથી પિસ્તોલ સહિત પાંચ જીવતા કારતૂસ મળી આવ્યા

લાખણીમાં રહેણાંક મકાનમાંથી પિસ્તોલ સહિત પાંચ જીવતા કારતૂસ મળી આવ્યા

લાખણીમાં એક રહેણાંક મકાનમાંથી એસઓજીની ટીમને પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા. ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ હાજર મળી ન આવેલા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લાખણીમાં પ્રાથમિક શાળાની પાછળ રહેતા મુકેશભાઇ મોહનભાઇ વજીરના ઘરની બનાસકાંઠા એસઓજીની ટીમે તલાશી લીધી હતી. જ્યાંથી એક પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ મળી આવ્યા હતા. ઘરે હાજર ન મળેલા શખ્સ સામે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *