અમીરગઢ હાઇવે ખુણિયા રોડ પરના બે દબાણો હટાવાયાચ અમીરગઢમાં ત્રણ દિવસ થી ચાલતી ડિમોલેશનની કાર્યવાહીમાં કુલ પાંચ જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં પાલનપુર એલસીબી બે જેટલા અને અમીરગઢ પોલીસે ત્રણ જેટલાં હાઇવે નજીકનાં દબાણો હટાવી દેવામાં આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇંડિયા અને અમીરગઢ પોલીસ સ્ટાફ સહિતની ટીમો હાજર રહી હાઈવે પરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્રણ દિવસથી ચાલતી આ ડિમોલેશનની કાર્યવાહીમાં અત્યાર સુધી કુલ પાંચ જેટલાં અવૈધ દબાણો હટાવામાં આવ્યા છે. આવનારા સમયમાં હાઇવે ટચના બાકીનાં દબાણો દૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
- March 22, 2025
0
442
Less than a minute
You can share this post!
editor

