ડો. વિમલ ગાંધી અને ડો. મૃદેવ ગાંધી દ્રારા સૌપ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ ની સફળ સજૅરી ને તબીબો એ સરાહી..!
મેડિકલ નગરી તરીકે જાણીતા પાટણ મા વર્ષો થી અનેક તબીબો અલગ અલગ સ્પેશ્યિયાલીટી મા દર્દીઓને ઓછા ચાર્જ સાથે વધુ સારી સારવાર આપવા માટે પ્રખ્યાત છે. ત્યારે પાટણ ના મેડીકલ ફિલ્ડ માટે ગૌરવરૂપ કહી શકાય એવી પાટણની સૌ પ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી શહેરની દેવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ગતરોજ કરવામાં આવી હતી. શહેરના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.વિમલગાંધી અને તેમના સુપુત્ર ડો.મૃદેવ ગાંધી ની ટીમ દ્વારા આ robotic knee replacement સર્જરી સફળતા પૂર્વક કરવામાં આવી હતી. પાટણની દેવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ડો. વિમલ ગાંધી અને ડો. મૃદેવ ગાંધી દ્રારા સૌપ્રથમ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ ની સફળ સર્જરી કરતાં ડો. પિતા- પુત્ર પર અભિનંદન ની વષૉ વરસી હતી.

