ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે કન્ટેનર યાર્ડ બનવવાની શરૂઆત; એશિયા ના નંબર વન ઊંઝા માર્કેટયાર્ડ ને ધ્યાનમાં રાખી ઉત્તર ગુજરાતમાં ઊંઝા રેલવે સ્ટેશને કન્ટેનર યાર્ડ બનાવવા નો નિર્ણય કરાયો છે. આ કન્ટેનર યાર્ડ માં નિકાસ કરવા માંગતા વેપારીઓના માલની ઊંઝા રેલવે સ્ટેશન થી અન્ય સ્થળે મોકલવા માં આવશે. ત્યારે ઊંઝા રેલવે સ્ટેશન થી મુન્દ્રા પોર્ટ ખાતે આગામી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ માલ સામાન ભરેલા કન્ટેનર ની પ્રથમ રેલવે રેક મોકલવા માં આવનાર છે. ઊંઝા માર્કેટયાર્ડ માંથી જીરા, વરિયાળી, ઇસબગુલ ઉપરાંત મસાલા પાકોની નિકાસ દેશ-વિદેશમાં કરવામાં આવે છે. વેપારીઓ અને ખેડૂતો જે ખેતપેદાશો ની નિકાસ કરવા માંગે છે એમના માટે રેલવે મારફતે તમામ પ્રકાર ના ખેતપેદાશો મોકલવા સસ્તા અને સુરક્ષિત રીતે મોકલી શકાશે. આ માટે ઊંઝા થી મુન્દ્રા પ્રથમ રેલવે રેક આગામી 26 મી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ આવનાર સમય માં મુંબઇ,દિલ્લી અને બેંગલોર સુધી રેલવે રેક થી ખેતપેદાશો ઉત્તર ગુજરાત માંથી મોકલી શકાશે.
ઊંઝા એપીએમસીના પૂર્વે ચેરમેન દિનેશભાઈ પટેલની મહેનત રંગ લાવી; ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અગાઉ જ્યારે ડીઆરયુસીસી અમદાવાદ ડિવિઝનમાં સભ્ય હતા ત્યારે તેમણે બીજા કન્ટેનર યાર્ડ બનાવવા માટે રેલ્વે વિભાગના ઊંચ અધિકારીઓને રજૂઆતો કરી હતી. દિનેશભાઈ પટેલની મહેનત રંગ લાવી છે. ત્યારે અદાણી પોર્ટની ભાગીદારીથી ઉતર ગુજરાતમાં ઊંઝા ખાતે કન્ટેનર યાર્ડની જાહેરાત થતા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.