અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગ, હૈદરાબાદના યુવકને ગોળી વાગતા મોત

અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગ, હૈદરાબાદના યુવકને ગોળી વાગતા મોત

અમેરિકાના વોશિંગ્ટનમાં ફાયરિંગની ઘટનામાં હૈદરાબાદના એક યુવકનું મોત થયું છે. મૃતકનું નામ રવિતેજ છે, જે હૈદરાબાદના આરકે પુરમનો રહેવાસી હતો. રવિતેજ માર્ચ 2022 માં અમેરિકા ગયો હતો અને માસ્ટર્સ પૂર્ણ કર્યા પછી નોકરીની શોધમાં હતો. આ ઘટના બાદ હૈદરાબાદમાં રવિતેજના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અમેરિકામાં ગોળીબારની આવી ઘટનાઓ સામાન્ય છે. આ રીતે અહીં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એક યુવકની શિકાગોના ગેસ સ્ટેશન પર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. યુવક ત્યાં નોકરી કરતો હતો. મૃતકની ઓળખ સાંઈ તેજા નુકારાપુ (22) તરીકે થઈ હતી.

ભારતીય વિદ્યાર્થીનું મોત

આ પહેલીવાર નથી કે જ્યારે અમેરિકામાં કોઈ ભારતીયનો જીવ ગયો હોય. સાંઈ તેજા નુકારપૂ પહેલા ગયા વર્ષે જૂન મહિનામાં આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાના રહેવાસી 32 વર્ષીય વિદ્યાર્થી દાસારી ગોપીકૃષ્ણનું અમેરિકાના એક સુપરમાર્કેટમાં ગોળીબારમાં મોત થયું હતું. ગોપીકૃષ્ણ સારી આજીવિકાની શોધમાં અમેરિકા ગયા હતા અને ત્યાં એક સુપરમાર્કેટમાં કામ કરતા હતા. ફાયરિંગ વખતે કાઉન્ટર પર દશારી ગોપીકૃષ્ણ હાજર હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *