Firing; પાટણના સિદ્ધપુરમાં પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ આરોપીઓની ધરપકડ

Firing; પાટણના સિદ્ધપુરમાં પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ આરોપીઓની ધરપકડ

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલી તાહેરપુરા પુલ નીચે પૈસાની લેતી દેતી મામલે કૌટુંબિક ભાઈ હુસેન નાગોરી અને ગુલામ શેખ નામના કૌટુંબિક ભાઈએ સાહિલ પિંઢારા પર ફાયરિંગ કર્યાની ઘટના સિદ્ધપુર પોલીસેને જાણ થતાં આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા; સિદ્ધપુરમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે છેલ્લે ઘણા દિવસોથી મન દુઃખ ચાલતું હતું, ત્યારે બે દિવસ અગાઉ સિદ્ધપુરના તહેરપુરાના પુલ નીચે કૌટુંબિક ભાઈ સાહિલ પીંડારા પર ગુલામ શેખ અને હુસેન નાગોરી નામના બે શખ્સોએ ગેરકાયદેસર દેશી તમંચાથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા સાહિલ પિંઢારા નામના વ્યક્તિને પગના ભાગે ઈજા થઈ હતી, તેની જાણ થતાં સિદ્ધપુર પોલીસે બંને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુલામ શેખ અને હુસેન નાગોરી એમ બંને આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *