સિધ્ધપુરના ઝાપલીપોળ વિસ્તારમાં આવેલ રાજ સીગ સેન્ટર નામની દુકાનમાં શનિવારની વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જે ઘટનાની જાણ બજારમાં રાત્રે ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનોને થતા તેઓએ તાત્કાલિક દુકાન માલિકને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક લોકોની મદદથી આગને કાબુમાં લેતા મોટી જાનહાની ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગની ઘટના સિદ્ધપુર શહેરના ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલ રાજસિંગ સેન્ટરના માલિક શુક્રવારે રાત્રે પોતાની દુકાન વધાવી ઘરે ગયા હતા. ત્યારે કોઈ કારણસર શનીવારે વહેલી સવારે તેઓની દુકાનમાથી ધૂમાડા નિકળતા હોવાનું રાત્રી ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોને માલુમ પડતા તેઓએ તાત્કાલિક દુકાન માલિકને ધટનાની જાણ કરતા તેઓએ તાત્કાલિક બનાવની જાણ જીઈબીને કરી પોતાની દુકાને પહોંચ્યા હતા. આ દરમિયાન જીઈબી દ્રારા વિજ સપ્લાય બંધ કરી સ્થાનિક રહીશો સહિત હોમગાર્ડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવતા મોટી જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

- April 5, 2025
0
110
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next