સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલા માનપુરા ગામ પાસેથી રાજ્ય સરકાર દ્વારા પશુઓ માટે વિતરણ કરવામાં આવતો ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી, જેમાં સમગ્ર ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાસચારાનો જથ્થો લઈને માનપુરા ગામે પહોંચેલી ટ્રક ગામમાં ઉપરથી પસાર થતા વીજ વાયરના સંપર્કમાં આવી હતી. આ સંપર્કને કારણે ટ્રકમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આ ઘટનામાં આગે ઘાસચારા સાથે ટ્રકને પણ સંપૂર્ણ પણે બાળીને નષ્ટ કરી દીધી હતી. ગ્રામજનો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથી સફળતા મળી ન હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ માટે પહોચાડવામાં આવતો ઘાસચારો આગ
માં નષ્ટ થતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે અને વિતરણ વ્યવસ્થામાં ખલેલ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા.સદનસીબે આ દુર્ઘટ નામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

