ખેતરમાં વાવેતર કરેલ મેથીના પાક બળીને ખાખ થતાં ખેડૂતો ભારે નુકશાન; પાટણ જિલ્લાનાચાણસ્મા તાલુકાના સેલાવી રોડ પર આવેલી પેપર મિલમાં કચરો સળગાવવાથી મીલની આસપાસના ખેતરોમાં આગ લાગતા ખેડૂતો ને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તો આ આગના કારણે ધૂમાડાના ગોટેગોટા ઉચા આકાશ મા ઉઠતા અફડા તફડી સાથે લોકોના ટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતાં. અને આ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ ને જાણ કરવાની સાથે સ્થાનિક પાણીના ટેન્કરો મારફતે આગ ઓલવવા કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકાના સેલાવી માગૅ પર આવેલ પેપર મિલમાં એકત્ર કરાયેલા કચરો કોઈ કારણસર રવિવારે સળગાવતા આગના તણખા નજીકના ખેતરમાં ભેગો કરેલા મેથીના પાક પર પડ્તા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને એક પછી એક એમ ત્રણ ખેતરોમાં આગ ફેલાઈ ગઈ હતી. આ આગ ઘટનાથી વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
તો આગ લાગેલ ખેતરના ખેડૂત પટેલ ભરતભાઈ કાશીરામના જણાવ્યા મુજબ, તેમના અને તેમના પડોશી નવનીતભાઈના બે-બે વીઘા તેમજ અનિલભાઈના દોઢ વીઘા ખેતરમાં મેથીનું વાવેતર કરવામાં આવ્યું હતું. આગની ઘટનામાં ત્રણેય ખેડૂતોને અંદાજે દોઢ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ભરતભાઈ અને અન્ય બે ખેડૂતોને 50-50 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું. લણણીની તૈયારીમાં રહેલો મેથીનો આખો પાક આગમાં બળીને ખાક થઈ ગયો હોય ખેડૂતો ને ભારે નુકશાન સાથે આ ઘટના પેપર મિલ દ્વારા યોગ્ય સાવચેતી વગર કચરો સળગાવવાને કારણે બની હોવાના આક્ષેપ ઉઠવા પામ્યાં છે.