જીઈબી દ્રારા પાવર સપ્લાય બંધ કરી પાલિકા ફાયરે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
પાટણ શહેરમાં આવેલ વેરાઈ ચકલા વિસ્તારમાં રુદ્રાક્ષ એવન્યુ ના મીટરોમાં બુધવારે બપોરે કોઈ કારણસર શોર્ટ સર્કિટ થવાના કારણે મીટરના ભાગમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.જોકે બનાવની જાણ રુદ્રાક્ષ એવન્યુના વેપારીઓ દ્વારા તાત્કાલિક પાટણ પાલિકાના ફાયર વિભાગ અને જીઈબી ને કરતા પાટણ પાલિકાના કમૅચારીઓ ફાયર ફાઈટર વાહન સાથે આવી પહોંચ્યા હતા અને જીઈબી દ્રારા વિજ સપ્લાય બંધ કયૉ બાદ પાણીનો મારો ચલાવી મીટરોમાં લાગેલી આગને કાબૂમાં લેતા વેપારીઓ સહિત આજુબાજુના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. રુદ્ધાશ એવન્યુ ના મીટરોમાં લોડ વધવાના કારણે આગ લાગી હોવાની શક્યતાઓ વેપારીઓએ વ્યકત કરી હતી.