ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 17 લોકોના મોત

ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેકટરીમાં લાગી ભીષણ આગ, 17 લોકોના મોત

ડીસામાં મંગળવારે વહેલી સવારે આગની ઘટના બનવા પામી હતી. જેમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ ઘટનામાં 17 મજૂરોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 17 મજૂરનાં મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ડીસા GIDC નજીક આવેલ ફટાકડાની ફેકટરીમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ GIDC નજીક ફટાકડા બનાવતા ગોડાઈનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. ઘટનાની જાણ આજુબાજુ વિસ્તારના લોકોમાં ફેલાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *