પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હતી. મેળા વિસ્તારમાં દૂર-દૂર સુધી ધુમાડાના વાદળો ઉછળતા દેખાતા હતા. અગ્નિની તેજ જ્વાળાઓ પ્રસરવા લાગી. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
મળતી માહિતી મુજબ, આ આગ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં લાગી હતી. ફાયરની ચાર ગાડીઓએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હાલમાં આગના કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
પંડાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયાની પણ ચર્ચા છે પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. મળતી માહિતી મુજબ પંડાલનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. કહેવાય છે કે આ એક મોટી આગ હતી પરંતુ ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે તરત જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.