આખરે કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની કામગીરી શરૂ

આખરે કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની કામગીરી શરૂ

અઢી વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના 120 ગામના 25,000 ખેડૂતોએ કરેલ આંદોલન સફળ; વડગામ અને પાલનપુર તાલુકાના ખેડૂતોની નર્મદાના પાણી માટેની માંગ સંતોષાઈ છે અને વડગામ તાલુકાના કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમને નર્મદાના પાણીથી ભરવા માટે વર્ક ઓર્ડર આપી સિંચાઈ વિભાગે કામ પણ શરૂ કરી દીધું છે. અઢી વર્ષ અગાઉ વડગામ અને પાલનપુર તાલુકાના 120 ગામના 25,000 ખેડૂતોએ કરમાવદ તળાવમાં પાણી ભરવા માટે આંદોલન કર્યું હતું. જે અઢી વર્ષથી લડત ચાલતી હતી. જોકે સરકારે માગણી સ્વીકારી હતી પરંતુ કામ શરૂ ન થયું હતું પરંતુ આજે સિંચાઈ વિભાગે વર્ક ઓર્ડર આપી અને કામ શરૂ કરાવી દીધું છે ત્યારે 540 કરોડના ખર્ચે ઊઝાના મોટી દાઊથી નર્મદાની પાઇપલાઇન કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમ સુધી નાખવાનું કામ થશે. જેમાંથી 134 તળાવમાં પણ પાણી ભરાશે.

કરમાવદ તળાવને નર્મદાના પાણીથી ભરવા માટેનું કામ શરૂ થઈ જતા આ પંથકના ખેડૂતો પણ સરકારનો આભાર માની રહ્યા છે વડગામ અને પાલનપુર તાલુકાના પાણીના તળ ઊંડા છે અને ખેડૂતોને પાણીની જરૂરિયાત છે જેથી કરમાવદ તળાવમાં નર્મદાના પાણી આવવાથી આગામી સમયમાં ખેડૂતો સમૃદ્ધ થશે.જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ખેડૂતોમાં ખુશાલી છવાઈ: ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં પરિસ્થિતિ ઘણી સારી હતી.દિવસે દિવસે બોર વધી ગયાં એટલે પાણીના લેવલ નીચે જતાં રહ્યાં હતાં.પહેલા 80 ફૂટે પાણી હતાં એના પછી પાણી એટલા ઊંડા જતાં રહ્યાં અને બોરમાં પાણી જતાં રહ્યાં અને બોરમાં નીચે પથ્થર લાગવાથી પાણી આવવાનું બંધ થઈ ગયું જેથી આ પાણી નાખવાથી સરકારનો ઋણ સ્વીકાર કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *