આખરે 21 વર્ષ બાદ પાલનપુર નો વિકાસ નકશો મંજુર

આખરે 21 વર્ષ બાદ પાલનપુર નો વિકાસ નકશો મંજુર

વિકાસ નકશાને મંજૂરી મળતા શહેરના વિકાસને મળશે ગતિ:- ટીપી ચેરમેન પાલનપુરનો વિકાસ નકશો છેલ્લા 21 વર્ષથી અધ્ધરતાલ હતો. જે વિકાસ નકશો આખરે મંજુર થયો હોવાનો દાવો કરતા પાલિકાના ટીપી કમિટીના ચેરમેને પાલનપુર ના વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુરનો વિકાસ નકશો બનાવીને સરકારમાં મંજૂરી અર્થે મોકલાયો હતો. જોકે, છેલ્લા 21 વર્ષથી વિકાસ નકશો અધ્ધરતાલ રહેતા મંજુર થયો ન હતો. જેના લીધે પાલનપુરનો વિકાસ રૂંધાતા બિલ્ડરો સહિત પ્રજાજનો ત્રસ્ત હતા. ત્યારે વર્તમાન ટીપી કમિટી ના ચેરમેન કવિતાબેન જીતુભાઇ પ્રજાપતિ માટે વિકાસ નકશો મંજુર કરાવવો પડકારરૂપ બન્યો હતો.

જોકે, પાલનપુરના ધારાસભ્ય અને પાલિકાના સહયોગથી વિકાસ નક્શો મંજુર કરાવવામાં આખરે ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિને સફળતા મળી છે. પાલનપુરનો વિકાસ નકશો મંજુર થતા પાલનપુરના વિકાસને ગતિ મળશે તેવો દાવો કરતા ટીપી કમિટી ચેરમેન કવિતાબેન પ્રજાપતિએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સહીત ભાજપ સરકાર, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ, ટીપી કમિટીના અધિકારીઓ સહિત ભાજપ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *