ગંભીર ફરીયાદ દાખલ થતા જ શિક્ષક ફરાર; વાવ તાલુકાની એક ગ્રામીણ હાઈસ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતો નાનજી સવજીભાઈ ચૌધરી (રહે. ઘેસડા તા થરાદ) રોજ હાઈસ્કૂલમાં ફરિયાદીની ગાડીમાં અપડાઉન કરતો હતો.આજ ગાડીમાં ફરિયાદીની 16 વર્ષની દીકરી પણ સાથે અપડાઉન કરતી હતી પણ માનસિક વિકૃતિ ધરાવનાર લંપટ નાનજી ચૌધરી આ દીકરી જોડે શારીરિક અડપલાં અને બીભત્સ વર્તન કરતો હોઇ દીકરી સતત બે ચાર દિવસથી ઉદાસ રહેતી હતી.તેથી તેના ફરિયાદી પિતાએ પૂછ પરછ કરતાં દીકરીએ સઘળી હકીક્ત જણાવી દેતા ફરિયાદીએ આ બાબતની જાણ હાઈસ્કૂલના શિક્ષક મિત્રોને કરતાં તમામ બાબતનો ભાંડો ફૂટતા આ લંપટ શિક્ષક નાનજી ચૌધરીએ સ્કૂલની 15 થી વધુ વિદ્યાર્થીનીઓ જોડે શારીરિક અડપલાં તેમજ બીભત્સ વર્તન અને મોબાઈલ મારફત ખરાબ મેસેજની વિગતો બહાર આવી હતી.
આ મુદ્દો સમગ્ર ગામમાં ચર્ચાનું કેન્દ્ર બનતાં ગ્રામજનો તેમજ સ્કૂલના ટ્રસ્ટી ગણ સાથે મળી વાવ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા.પરંતુ આ લંપટને બચાવવા કેટલાય નેતાજીઓ પણ વાવ પોલીસ મથક ખાતે દોડી આવી સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ ફરિયાદી તેમજ ગ્રામજનોનો સહકાર મળતાં અંતે લંપટ નાનજી ચૌધરી વિરુદ્ધ પોસ્કો કલમ સહિત અન્ય કલમો સાથે પોલીસ મથક ખાતે ગંભીર ગુનો નોંધાતા આરોપી ફરાર થઇ ગયો છે.પોલીસે પોસ્કો સહિત અન્ય કલમો લગાવી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.