લોકડાઉનમાં અક્ષય કુમાર ઓનલાઇન કરે છે કામ..!!

ફિલ્મી દુનિયા

મુંબઇ,
અક્ષય કુમાર બોલીવૂડના એવા સ્ટાર્સમાં આવે છે જે વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મો આપે છે ત્યારે ૨૦૨૦માં અક્ષયના ચાહકોને કોરોનાના કારણે અક્ષયની એક પણ ફિલ્મ જાવા મળી નથી. ત્યારે અક્ષય હાલમાં પોતાની આગામી ફિલ્મ બેલ બોટમ પર કામ શરૂ કરી દીધું છે. જે આવતા વર્ષે રિલીઝ થશે.
ફિલ્મ મેકર નિખિલ અડવાણીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા લખ્યું કે અક્ષય માટે લોકડાઉનમાં કંઇ જ નથી બદલાયું. સવારે છ વાગે બેલ બોટમ ફિલ્મની સ્ક્રીપ્ટનું વાંચન. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થશે. ફિલ્મ બેલ બોટમ એક જાસૂસની કહાની છે. જે સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. ફિલ્મને વાશુ ભગનાની અને જેકી ભગનાની પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ ૮૦ના દશકની પીરિયડ થ્રિલર ફિલ્મ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.