મજુરોના મસીહા સોનુ સૂદે વીડિયો પોસ્ટ કરીને માંગી માફી

ફિલ્મી દુનિયા

મુંબઇ,

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ આ દિવસોમાં બધા લોકોને પોતાના વતન પહોંચાડવામાં મદદ કરી રહ્યો છે. ભારતના લોકો તેની આ કામગીરીને વધાવી રહ્યા છે, વખાણી રહ્યા છે. બોલિવૂડના સેલેબ્સ પણ સોનુના વખાણ કરી રહ્યા છે અને સલામી આપી રહ્યા છે. પરંતુ હાલમાં સોનુએ એક વીડિયો પોસ્ટ કર્યો છે અને માફી માગી છે. આ વીડિયો ખુબ જ ચર્ચામાં છે.
બન્યું એવું કે સોનુએ એક હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે, જે લોકોને વતન જવું હોય એ એના પર માહિતી શેર કરી શકે છે. આ નંબર જાહેર કર્યા પછી લોકોના ધડાધડ મેસેજ આવી રહ્યા છે. બધા જ મદદ માગી રહ્યા છે. આ જાઈને સોનુ પણ હેરાન રહી ગયો છે. એવામાં સોનુએ એક વીડિયો બહાર પાડ્યો અને મદદ માંગતા લોકો પાસે માફી માગી છે. ફટાફટ મેસેજ આવવાથી જા કોઈને મેસેજ જાવાનું છૂટી જાય અને મદદ ન પહોંચે તો એવા લોકો પાસે માફી માંગી છે.
એક વીડિયો શેર કર્યો છે કે જેમાં મેસેજ આવતા દેખાઈ રહ્યા છે. કેપ્શનમાં સોનુએ લખ્યું કે, તમારા બધાના મેસેજ અમને આટલી ગતિથી મળી રહ્યા છે. હું અને મારી ટીમ પુરી રીતે પ્રયત્ન કરી રહ્યા છીએ કે મદદ મળી જાય. પરંતુ અમુક મેસેજ અમારાથી ભૂલાઈ જાય તો એ માટે અમને માફ કરી દેજા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.