બે અઠવાડિયા બાદ કિરણ કુમારનો કોરોનાનો ત્રીજા ટેસ્ટ નેગેટિવ આવતા હાશકારો

ફિલ્મી દુનિયા

મુંબઈ,
૧૪ મેના રોજ કિરણ કુમારનો કોવિડ ૧૯નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે, ત્રીજીવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. કિરણ કુમાર પોતાના ઘરમાં બીજા માળે ક્વારન્ટીન થઈ ગયા હતાં. પહેલાં કરતાં તેમને હવે ઘણું જ સારું છે. ૭૪ વર્ષીય કિરણ કુમારે હતું, ‘પહેલાં કરતાં હવે સારું છે. આવું સપનામાં પણ નહોતું વિચાર્યું પરંતુ હવે આ વાસ્તવિકતા છે. થોડાં અઠવાડિયા પહેલા હું રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પટલ ગયો હતો. ગર્વમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે, કોવિડ ૧૯નો ટેસ્ટ ફરજિયાત છે, તેથી મારો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. મારી સાથે મારી દીકરી હતી અને અમે મજાક પણ કરી હતી.
અમને એમ લાગ્યું કે કેટલીક બાબતો માત્ર ફોર્માલિટી પૂરતી છે. અમારું જીવન તો સહજતાથી પસાર થઈ  છે. ટેસ્ટ પોઝિટિવ આવ્યો. કલાકની અંદર જ મેં ઘરમાં આઈસોલેશન ઝોન બનાવી દીધો. સૌથી સારી વાત એ હતી કે હિન્દુજા ખાર તથા લીલાવતી હોસ્પટલના ડોક્ટર્સે પૂરતી માહિતી આપી હતી. અમે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મારા ટેસ્ટ અંગે જણાવ્યું અને દરેકે વિટામિન લેવાની માત્રા વધારી.
વધુમાં કિરણ કુમારે  હતું, ‘કોવિડ ૧૯નો ટેસ્ટ આજે નેગેટિવ આવ્યો અને હું ઘણો જ ખુશ છું. મારો પરિવાર હજી પણ હોમ આઈસોલેશનમાં જ છે. હું ટોટલી એસિમ્પટમેટિક (કોરોનાના લક્ષણ વગરનો) દર્દી હતો. કંટાળા સિવાય આઈસોલેશનમાં કોઈ વાંધો આવ્યો નહીં. હું દિવસ દરમિયાન મેડિટેશન કરતો, વેબ સીરિઝ જાતો, બુક્સ વાંચતો. આપણે આશા રાખવાની છે અને આનાથી ડરવાની કોઈ જરૂર નથી. કોરોનાથી આપણને ડર લાગે અને આપણે તે માટે સાવચેતી રાખવાની જરૂર છે. જાકે, આપણે એકદમ સેનિટાઈઝ કરેલી હોય તે જગ્યાએ જવું. આજે સામાન્ય તાવ કે કફથી પણ લોકો ડરી જાય છે. હું આ મુશ્કેલ સમયમાં તમામ સપોર્ટિવ સ્ટાફનો આભાર માનું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.