ફિલ્મોમાં કાસ્ટંગની અફવાઓ ફેલાવનારાઓ સામે થશે કાર્યવાહીઃ સલમાન ખાન

ફિલ્મી દુનિયા

મુંબઈ
તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ માટે કાસ્ટંગ કરી રહ્યો છે, રિપોર્ટ એટલે સુધી હતા કે તેમને એક એજન્ટને પણ રાખ્યો છે. હવે ખુદ સલમાન ખાને આ રિપોર્ટને ફગાવ્યા છે, અને આને અફવા ગણાવી છે. સલમાન ખાને કે આવી અફવાઓ ફેલાવનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું. થોડાક દિવસો પહેલા સલમાનના પ્રાડક્શન એસકે ફિલ્મ્સ તરફથી એક નાટિસ આપી હતી. જેમાં સલમાને અફવાઓ પર લગામ લગાવી દીધી. હવે સલમાને પોતાના ઓફિશિયલ ટ્‌વીટર હેન્ડલ પરથી આ અફવાઓને લઇને ટ્‌વીટ પણ કર્યુ છે.
સલમાન ખાને ટ્‌વીટર પર લખ્યું- ના હુ કે ના સલમાન ખાન ફિલ્મ્સ હાલમાં કોઇ ફિલ્મ માટે કાસ્ટંગ કરી રહ્યાં છીએ. અમે આગામી ફિલ્મ માટે કોઇપણ કાસ્ટંગ એજન્ટને નથી રાખ્યો. જા આ અંગે કોઇપણ મેસેજ કે ઇમેલ મળે છે તો વિશ્વાસ ના કરતાં. જા કોઇ ખોટી રીતે મારુ નામ સલમાન ખાન ફિલ્મ્સનુ નામનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેમની વિરુદ્ધ કાયદેસરની એક્શન લેવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.