ફિલ્મસિટીમાં શૂટિંગ અને નિર્માણ સંબંધી કામો શરૂ કરવા માટે વિચારણા

ફિલ્મી દુનિયા

ફિલ્મસિટીમાં શૂટિંગ અને નિર્માણ સંબંધી કામો શરૂ કરવા માટે વિચાર શરૂ થયો છે. ઈન્ડિયન બ્રોડકાસ્ટર્સ ફાઉન્ડેશનના પદાધિકારીઓ એન પી સિંહ, પુનીત ગોયંકી, જે ડી મજીઠિયા, નીતિન વૈદ્ય, એકતા કપૂર, પુનીત મિશ્રા, રાહુલ જોશી, આદેશ બાંદેકર, અભિષેક રેગે સાથે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે વિડિયો કોન્ફરન્સ સંબંધી ચર્ચા કરી હતી. શૂટ બંધ હોવાથી તેની પર નભતા અનેક લોકોની રોજીનો પ્રશ્ન ઊભો થયો છે એવી રજૂઆત પર રેડ ઝોન છોડીને અન્યત્ર શૂટ કરવા માટે પ્લાન તૈયાર કરી આપવા ઠાકરેએ સૂચના આપી હતી. ગઈકાલે મરાઠી ફિલ્મ અને ટીવી ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો, નિર્માતાઓ ઉદ્ધવને મળ્યા હતા, જેમને પણ આ જ સલાહ આપવામાં આવી હતી. આથી ફિલ્મ અને ટીવીના શૂટ ટૂંક સમયમાં શરૂ થાય એવી આશા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.