પાક અભિનેત્રી ઉઝમા ખાનના ઘરમાં ઘુસીને મહિલાએ કરી મારપીટ, પોલીસે શરૂ કરી તપાસ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
અચાનક કેટલાક લોકો અભિનેત્રીના ઘરે ઘૂસી ગયા અને તેની સાથે ખરાબ રીતે દુર્વ્યવહાર કરતા જાવા મળ્યા. અભિનેત્રી અને તેની સાથેની નજીકની કેટલીક મહિલાઓ ચીસો પાડી રહી હતી. આ તમામ વાઇરલ વીડિયોમાં દેખાઇ છે તે પાકિસ્તાની અભિનેત્રી ઉઝમા ખાનના ઘરનો છે. આ વીડિયોના આધારે અભિનેત્રીએ પોલીસમાં ફરિયાદ કરી છે અને એફઆઈઆર નોંધ્યા બાદ પોતાની અને તેની બહેનની મેડિકલ તપાસની પણ માંગ કરી છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે તેના પર હુમલો કરનારી મહિલાઓ લગભગ ૧૨ ગનમેન સાથે ઘરમાં ઘૂસી ગઈ હતી અને તેની સાથે ખરાબ રીતે મારપીટ કરી હતી. ઉઝમા ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ, એમ પણ કે આ મહિલાઓ પાકિસ્તાનના જાણીતા ઉદ્યોગપતિઓની પુત્રીઓ છે. Âટ્‌વટર પર વીડિયો વાયરલ થયા પછી તેણે – ‘હું શરમ અનુભવી રહી છું, શોષણ કરવામાં આવ્યું અને છેલ્લા ૩ દિવસથી મને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે મને લાગે છે કે હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ બાકી નથી અને હવે મેં પાકિસ્તાનના સૌથી મજબૂત લોકો સામે લડવાનું નક્કી કર્યું છે. ‘ તેણે, મારી પાસે પાછળ ફરીને જાવાનો કોઇ રસ્તો બાકી નથી મને મારી નાંખવામાં આવશે નહીંતર મને ન્યાય મળશે.
આ જ રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વીડિયોમાં ઉઝમા ઉપર હુમલો કરાયો હતો, જેમાં એક મહિલા તેના પર બૂમરાણ મચાવતી જાવા મળી રહી છે અને ઉઝમાનું કોઇ ઉસ્માન સાથે અફેર હોવાનું જણાવી રહી છે. આ સાથે, મહિલા સાથે આવેલા ગાડ્‌ર્સ અભિનેત્રીને ખોટી રીતે સ્પર્શ કરતા જાવા મળે છે અને તેમના પર ગ્લાસ શોપીસ અને પગરખાં ફેંકવામાં આવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.