![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/PRIYANKA.jpg)
તમે જ્યારે એકલા હો છો ત્યારે લોકો તેનો ગેરલાભ લેતા હોય છેઃ પ્રિયંકા ચોપરા
મુંબઈ
બોલિવૂડમાં ભાતભાતના લોકો ન્યૂ કમર્સ સામે આવે છે. પ્રિયંકા ચોપરા નવી નવી હતી ત્યારે તેને પણ આવા અજીબોગરીબ લોકો મળ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટંગ કાઉચ સૌથી મોટી પરેશાની માનવામાં આવે છે. ઘણી એક્ટ્રેસ આ અંગે વાતો કરે છે તો કેટલીક ચૂપ રહેવામાં માને છે. પ્રિયંકા ચોપરા ફિલ્મોમાં આવી તો તેણે પોતાની શરતો મુજબ જ કામ કર્યું અને કોઈના દબાણમાં આવી નહીં. તેણે એક શોમાં ખુલાસો કર્યો હતો કે કેવી રીતે એક ડાયરેક્ટર તેને ભટકાઈ ગયો હતો. એક વાર એવા ડાયરેક્ટર સાથે કામ કરતી હતી જેના વિશે મને થતું હતું કે તેનું ગળું જ દબાવી દઉં. તેણે કે એક છોકરી હોવાને નાતે આમ બન્યું છે પણ હું કહીશ નહીં.
હું ભૂલી જાઉં છું. હું ના તો કોઈ ફિલ્મ બેકગ્રાઉન્ડમાંથી આવું છું કે ના તો મારો કોઈ ગોડફાધર છે. તમે જ્યારે એકલા હો છો ત્યારે લોકો તેનો ગેરલાભ લેતા હોય છે. મારી ઉપર કોઈની છત્રછાયા ન હતી. મારા પેરેન્ટ્સે મને આ રીતે જ જીવતા શીખવ્યું હતું. એક વાર હું એક ફિલ્મ માટે કામ કરી રહી હતી. મારો ડાયરેક્ટર મારા ડ્રેસ ડિઝાઇનર સાથે વાત કરી રહ્યો હતો. હું પાછળ ઉભી હતી. મને ખબર નથી કે ડાયરેક્ટર આ વાત જાણતો હતો કે નહીં પણ તેણે મારા ડ્રેસ ડિઝાઇનરને એમ હતું કે ડ્રેસ તો એટલા ટૂંકા હોવા જાઇએ કેપઆ વાત ખૂબ ગંદી હતી. મારું દીમાગ
બે દિવસનું શૂટિંગ થઈ ગયું હતું. હું ઘરે ગઈ, મેં મારી માને સાઇનિંગની રકમ પરત કરો અને બે દિવસનો જે ખર્ચ થયો છે તે પણ પાછો આપી દો. મેં ફિલ્મ છોડી દીધી. એ વખતે ડાયરેક્ટરને પણ ખબર નહીં હોય કે મેં આમ કેમ કર્યું. પણ તે આ શો જાઇ રહ્યો હશે તો તે સમજી જશે. મેં તેની સાથે ફરી કયારેય કામ કર્યું નથી.