ટાઇગર શ્રોફને ઉંચાઇથી ડર લાગે છે

ફિલ્મી દુનિયા

મુંબઇ,
ટાઇગર શ્રોફ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફિટ એક્ટરમાંનો એક છે, ટાઇગર હંમેશા પોતાના હાર્ડ વર્કઆઉટના વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતો રહે છે. ફિલ્મોમાં એક્શન સીન કરતો એક્ટર અસલ જિંદગીમાં એક વાત ડર અનુભવે છે, આ વાતનો ખુલાસો તેને ખુદ એક વીડિયોમાં કર્યો છે.
ટાઇગર શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફ્લપ કરતો દેખાઇ રહ્યો છે. જાકે આવુ કરે ત્યારે ટાઇગર પોતાની આંખો બંધ કરી દે છે.
આ વીડિયોને શેર કરતા ટાઇગરે કેપ્શનમાં લખ્યું- હું હંમેશા પોતાની આંખો બંધ કરી લઉ છું. જ્યારે પણ ઉપર હોઉ છું. કોઇ બીજુ ઉંચાઇથી ડરે છે? એટલે કે ટાઇગરને ઉંચાઇથી ડર લાગે છે. ફેન્સે ટાઇગરના આ વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી છે. ટાઇગરના આ વીડિયોને અત્યાર સુધી ૧૦ લાખથી વધુ લોકો જાઇ ચૂક્્યા છે.
અભિનેતાના કેરિયરની વાત કરીએ તો ટાઇગરની ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ ૨૦૧૪માં આવેલી ફિલ્મ હીરોપંતીથી થઇ હતી. આ ફિલ્મમાં ટાઇગરના સાથે કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ બાદ ટાઇગર બાલીવુડની કેટલીય ફિલ્મોમાં દેખાઇ ચૂક્્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.