‘ગેંદા ફુલ’ ની સફળતા બાદ બાદશાહે ગીતનું ગુજરાતી વર્ઝન કર્યુ લોન્ચ
મુંબઈ,
ચાર્ટબસ્ટર ગીતોના શહેનશાહ રેપર બાદશાહે ૨૦મી માર્ચે ગેંદા ફૂલ રિલીઝ કર્યું. જેની ધૂન પર લોકો ઝૂમી ઉઠ્યા. આ ગીતમાં બાદશાહની સાથે સિંગર પાયલ દેવ હતી. તમામ રેકોર્ડ તોડીના આ ગીત સ્ટ્રમિંગ પ્લેટફોર્મ પર ટ્રેન્ડ છે. બાદશાહના આ ગીતે તેને દેશભરમાં લોકપ્રિયતા અપાવી. હવે સોની મ્યુઝિક ઇન્ડયા આ ગીતનું ગુજરાતી વર્ઝન રજૂ કરીને ફેન્સને અચંબામાં પાડવા તૈયાર છે.ગેંદા ફૂલના ગુજરાતની વર્ઝનમાં બાદશાહની સાથે ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદી છે.
બાદશાહે ગુજરાતી વર્ઝન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે ગેંદા ફૂલને મળેલી આહલાદક પ્રતિક્રિયાથી હું ખુશ છું. એટલું જ નહીં પણ ફેન્સ અને ફોલોઅર્સ અમારી પાસે તેના ગુજરાતી વર્ઝનની માગણી કરી રહ્યા હતા. મને ગુજરાતી વાનગીઓ અને ગુજરાતી ભાષાથી ખૂબ જ લગાવ છે. આથી જ અમે પ્રશંસકોની માગણીને ધ્યાનમાં રાખીને તેનું ગુજરાતી વર્ઝન લાવી રહ્યા છીએ. જેમાં મારી સાથે ભૂમિ ત્રિવેદીનો અવાજ છે. દર્શકો તેની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. ગેંદા ફૂલ બાદશાહ માટે ગેમ ચેન્જર પુરવાર થયેલું છે.