કોરોનાના દર્દીઓની મદદ માટે અર્જૂન કપૂર કરશે ચેરિટી શા

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બાલીવુડ અભિનેતા અર્જૂન કપૂર ગ્લાબલ ઇવેન્ટનો ભાગ બનવા જઇ રહ્યો છે, ઇવેન્ટ દ્વારા કાવિડ-૧૯ પીડિતો માટે ફંડ એકઠુ કરવામાં આવશે. આમાં દેશ-વિદેશની લગભગ ૧૫૦ જાણીતી હસ્તીઓ દેખાશે. ચેરિટી શાનો કાર્યક્રમ લાઇવ આયોજિત કરવામાં આવશે. કોરોના કાળમાં કેટલીય બાલીવુડ હસ્તીઓ બાદ હવે વારો છે અભિનેતા અર્જૂન કપૂરનો. તેને સંકટના માર્યા લોકો માટે ફન્ડરેસિંગ કાર્યક્રમમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે.
કાર્યક્રમમાંથી મળનારી રકમ કોરોના પીડિતો પર ખર્ચ કરવામાં આવશે. રિલીઝ ફંડ માટે થનારા કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યુ. આજે થનારા ૨૪ કલાક કાર્યક્રમમાં કેટલીયે દિગ્ગજ હસ્તીઓ ભાગ લઇ રહી છે. અર્જૂન કપૂરે એક જાગૃત નાગરિક મારે આ મહામારીના સમયમાં એક નાની ભૂમિકા નિભાવવી છે, જેનાથી લોકોની મદદ થઇ શકે. વૈશ્વિક સંકટે હાલ વિકરાળ રૂપ ધારણ કરી લીધુ છે, અને આનાથી આખી દુનિયા પ્રભાવિત થઇ ચૂકી છે. સંકટે અમને શીખવાડ્યુ છે કે
દુનિયાના કોઇપણ ખુણામાં આપણે રહીએ પણ એકબીજા સાથે હંમેશા જાડાયેલા છીએ. અભિનેતાએ ચેરિટી શાનો ભાગ બનાવા પર ખુબ ખુશ છું. ચેરિટી શામાંથી મળનારી રકમ ગ્લાબલ ગિફ્ટ ફાઇન્ડેશન, દુબઇ કેયર્સ અને ફ્રન્ટ પર રહીને કામ કરનારા સુધી જશે. આ શામાં અર્જૂન કપૂરની સાથે જેસન ડેરુલો, દુઆ લિપા, મલૂમા, નિકી જમ ઉપરાંત બીજા કેટલાક સ્ટાર્સ દેખાશે. આમાં ૧૫૦ સેલિબ્રિટી ભાગ લઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.