અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ હેવ OTT‌ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
લાકડાઉનના કારણે ભારતની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. બોલિવૂડ જગતને પણ કોરોનાથી ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. લાકડાઉનના કારણે ન તો નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને ન તો ફિલ્મોનું શૂટિંગ થઈ . કેટલાક ફિલ્મ મેકર્સે જ્યાં ફિલ્મોની રિલીઝ તારીખ લંબાવી દીધી છે તો કેટલાક લોકો હવે ફિલ્મોને સિનેમાઘરોને બદલે્‌‌ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની ના પાડી ચૂક્્યા છે. ગુલાબો-સિતાબો અને શકુન્તલા દેવી બાદ હવે બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર અને એક્ટ્રેસ કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી બોમ્બૅ્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.
અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ૨૨ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જા બધું ઠીક તો ફિલ્મ પોતાનો કમાલ બતાવતી હોત, પરંતુ લાકડાઉનના કારણે ફિલ્મ રિલીઝ નથી થઈ શકી. પિન્કવિલાના એક અહેવાલ મુજબ, આ ફિલ્મનું પ્રીમિયર હાટસ્ટાર પર કરવામાં આવશે. શરૂઆતમાં થોડી અસહમતિ હતી, પરંતુ હવે બધા સહમત છે, ફિલ્મ હવે ખરેખર ઓનલાઇન રિલીઝ થશે. લોકોના મનમાં એ સવાલ હતો કે જા આ ફિલ્મૅ્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે તો કોઈ એનાઉસમેન્ટ કેમ કરવામાં નથી આવી.
તેના વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે ફિલ્મમાં થોડું કામ હજુ બાકી છે. આ કામને પૂરું કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે. તેથી મેકર્સ લાકડાઉન ખતમ થવાની રાહ જાઈ રહ્યા છે, જેથી વહેલી તકે ફિલ્મનું બાકી કામ પૂરું થઈ શકે અને ત્યારબાદ જ ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવે. મીડિયા રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મના ડિજિટલ રાઇટ્‌સ વેચવામાં આવ્યા છે. સામાન્ય રીતે એક મોટી ફિલ્મના ડિજિટલ રાઇટ્‌સ મહત્તમ ૬૦-૭૦ કરોડના રેકોર્ડ કિંમતે વેચવામાં આવે છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ નહીં થાય અને સીધી ડિજિટલ પર જાવા મળશે તેથી તેઓએ તેના માટે એક મોટી કિંમત એટલે કે ૧૨૫ કરોડ રૂપિયા મેળવ્યા છે. નોંધનીય છે કે, આ ફિલ્મ સલમાન ખાનની રાધે સાથે ટકરાવવાની હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.