પ્રભાસ, રામ, NTRની ફિલ્મોની બોક્સ ઓફિર પર ટક્કર થશે?

ફિલ્મી દુનિયા

મુંબઇ,  દર વર્ષની જેમ સંક્રાંતિ ૨૦૨૩ પર ટોલીવુડમાં બોક્સ-ઓફિસ પર ફિલ્મોની ટક્કર જાેવા મળશે. સંક્રાંતિ ૨૦૨૩ને લગભગ ૧૦ મહિનાની વાર છે, પરંતુ નિર્માતાઓ તહેવારની સિઝનનો લાભ લેવા થવા માટે રિલીઝ ડેટને લોક કરી રહ્યા છે. જેના પરિણામે ખ્યાતનામ સ્ટાર્સની ફિલ્મોની ટક્કર જાેવા મળી શકે છે. સંક્રાંતિ ૨૦૨૩ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મોની લિસ્ટમાં સૌથી પહેલા દેશના લોકપ્રિય સ્ટાર પ્રભાસની આદિપુરુષ છે. આ ફિલ્મની ટીમે જાહેરાત કરી છે કે, આ ફિલ્મ ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રીલિઝ થશે. બોલીવૂડના દિગ્દર્શક ઓમ રૂથની આ ફિલ્મનું બજેટ આશરે ૩૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

કાસ્ટ અને ક્રૂએ શૂટિંગ પૂરું કરી લીધું છે અને હાલ તેઓ પોસ્ટ પ્રોડક્શનના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સની સિંઘ લક્ષ્મણાના, કૃતિ સેનોન સીતા માતા અને સૈફ અલી ખાન રાવણના પાત્રમાં જાેવા મળશે. આ દરમિયાન પ્રભાસની આદિપુરુષને ટક્કર આપવા માટે વધુ બે ફિલ્મો રિલીઝ થવાની છે. રામ ચરણ અભિનિત અને શંકર દિગ્દર્શિત ઇઝ્ર૧૫ ની રિલીઝ ડેટ પણ સંક્રાંતિ ૨૦૨૩ની આસપાસ હોવાનું કહેવાય છે. દિલ રાજુ નિર્મિત આ ફિલ્મનું બજેટ ૨૫૦ કરોડ રૂપિયા છે. તેમાં કિયારા અડવાણી હિરોઇન છે. જ્યારે એસ.થામન આ ફિલ્મમાં સંગીત આપી રહ્યા છે. બીજી તરફ જુનિયર દ્ગ્‌ઇ અને કોરાટલા શિવાની આગામી ફિલ્મના નિર્માતાઓ પણ સંક્રાંતિ ૨૦૨૩ના શુભ મુહૂર્ત દરમિયાન તેમની ફિલ્મનું પ્રીમિયર કરવાની યોજના બનાવી રહ્યા છે.

તેઓ એપ્રિલમાં ફિલ્મનું નિયમિત શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ રાજકીય ઘટનાઓ આસપાસ છે. જેમાં જુનિયર દ્ગ્‌ઇ વિદ્યાર્થી નેતા તરીકે જાેવા મળશે. આ ત્રણે ફિલ્મો ઓલ ઇન્ડિયા રિલીઝ થવાની છે. જેથી સંક્રાંતિ ૨૦૨૩માં જાેરદાર ટક્કર જાેવા મળી શકે છે. આદિપુરુષે શૂટિંગ પૂરું કરી લીધું હોવાથી એને મોકૂફ રાખવાની કોઇ યોજના નથી. આ ફિલ્મ સંક્રાંતિની આસપાસના થિયેટરોમાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે રામ ચરણની ઇઝ્ર૧૫એ ૫૦ ટકાથી વધુ શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જેથી બોક્સ ઓફિસ પર જાેરદાર ટક્કર જાેવા મળી શકે છે. જાે કે, જુનિયર દ્ગ્‌ઇના પ્રોજેક્ટ વિશે કશું કહી શકાય તેમ નથી, કારણ કે તેણે હજુ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.