કોણ છે ઉર્મિલાના પતિના ખોળામાં રહેલી ક્યૂટ બાળકી?

ફિલ્મી દુનિયા

મુંબઈ,  માત્ર હિંદી જ નહીં પરંતુ તેલુગુ, મલયાલમ, મરાઠી અને તમિલ સિનેમામાં પણ પોતાનું સ્થાન બનાવનારી એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર હાલમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેના પતિ મોહસિન અખ્તર મીરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ૧ વર્ષની એક ક્યૂટ બાળકી સાથેની તસવીર શેર કરી હતી. આ તસવીર જાેઈને તરત જ ઉર્મિલા અને મોહસિન વિશે અટકળો શરૂ થઈ ગઈ હતી. કપલે બાળક દત્તક લીધું હોવાનું અને આટલા સમય સુધી વાતો છુપાવી રાખી હોવાનું લોકોને લાગ્યું હતું. મોહસિને જે તસવીર શેર કરી હતી તેની સાથે લખ્યું હતું ‘વાહ, નાનકડી રાજકુમારી,

મારા આ પ્રેમાળ હૃદય પરના તારા સામ્રાજ્યને એક વર્ષ થઈ ગયું છે અને તે ઉત્સાહજનક રહ્યું છે. મારી નાનકડી રાજકુમારી આયરાને જન્મદિવસની શુભેચ્છા. મોહસિનની પોસ્ટ જાેઈને ફેન્સ તરત જ કોમેન્ટ કરીને અભિનંદનનો વરસાદ કરવા લાગ્યા હતા. ઉર્મિલા અને મોહસિનનો સંપર્ક કર્યો હતો. તે સમયે બંનેએ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં સ્પષ્ટતા કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, ‘આયરા મારી ભત્રીજી છે’. તે જ સમયે મોહસિને પણ પોસ્ટમાં સુધારો કરતાં ખુલાસો કરતી કેટલીક માહિતી આપી હતી. જ્યારે તેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે ‘આયરા મારા ભાઈની દીકરી છે. મને મેસેજ મળવાનું શરૂ થતાં મેં મારી પોસ્ટના કેપ્શનમાં સુધારો કર્યો હતો’. ઉર્મિલા અને મોહસિન બી-ટાઉનના નવા પેરેન્ટ્‌સ નથી તે જાણીને ફેન્સ નિરાશ થયા હતા.

પરંતુ આ બધામાં નાનકડી આયરાને સ્ટારડમ જરૂરથી મળી ગયું. ઉર્મિલાના ફેન્સ તરફથી ક્યૂટ છોકરીને ઘણો પ્રેમ મળી રહ્યો છે. ઉર્મિલા માતોંડકરની વાત કરીએ તો, તેણે ૨૦૧૬માં મોહસિન સાથે લગ્ન કર્યા હતા. ઘણા વર્ષના બ્રેક બાદ તેણે ડાન્સ રિયાલિટી શો સાથે કમબેક કર્યું છે. હાલ, તે રેમો ડિસૂઝા અને ભાગ્યશ્રી સાથે ડ્ઢૈંડ્ઢ સુપર મોમ્સ’ જજ કરી રહી છે. આ સિવાય તે શિવશેના પાર્ટીની નેતા પણ છે. ઉર્મિલા માતોંડકરે પોતાના કરિયર દરમિયાન રંગીલા, જુદાઈ, સત્ય, ભૂત, માસૂમ, કુંવારા, ચમત્કાર, કૌન, લજ્જા, દીવાને, પ્યાર તુને ક્યા કિયા, ખૂબસુરત, દિલ્લગી, ચાઈના ગેટ તેમજ ઓમ જય જગ્દિશ જેવી ઢગલો સારી ફિલ્મો આપી હતી. છેલ્લે તે ૨૦૦૭માં રિલીઝ થયેલી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં કેમિયોમાં દેખાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.