વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેનું રોમેન્ટિક ફોટોશૂટ

ફિલ્મી દુનિયા

મુંબઈ, સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં અનન્યા પાંડેના લુકની વાત કરીએ તો અનન્યાએ બ્રાલેટ પહેર્યું છે સાથે કાનમાં મોટા ઈયરિંગ્સ અને વાળ ખુલ્લા રાખ્યા છે. ફોટોમાં એક્ટ્રેસનો લુક એકદમ અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. વિજય દેવરાકોંડાને શર્ટમાં કેઝ્‌યુઅલ લુકમાં જાેઈ શકાય છે. ફોટોઝમાં બંને કોઝી અને રોમેન્ટિક થતા જાેવા મળી રહ્યા છે.

ફોટોને શેર કરવાની સાથે અનન્યાએ લખ્યું, ‘આફત..જુઓ અમારું વાઈબી ગીત અત્યારે!!!!’ તેની પોસ્ટ પર લોકો કમેન્ટ્‌સ કરી રહ્યા છે. આ તસવીરોએ ખરેખર આફત મચાવી દીધી છે. અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડાના ફોટોઝને બે લાખથી પણ વધારે લાઈક્સ મળ્યા છે અને લોકોને તેમની સિઝલિંગ કેમિસ્ટ્રી પસંદ આવી રહી છે. તેમની પોસ્ટ પર શાહરૂખ ખાનની દીકરીએ કમેન્ટ કરી છે. સુહાના ખાને સ્માઈલી ઈમોજી શેર કર્યું છે.

વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ‘લાઈગર’નું રોમેન્ટિગ ગીત આફતની વાત કરીએ તો તે યુટ્યુબ પર રિલીઝ થયા પછી ડ્રેન્ટ કરી રહ્યું છે. તે ૮મા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને વીડિયોને સાડા સાત મિલિયનની આસપાસ વ્યુઝ મળ્યા છે. વિજય અને અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘લાઈગર’ને લઈને દર્શકોની વચ્ચે જાેરદાર ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ફેન્સ તેની રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મ ૨૫ ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મથી વિજય બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.