પત્ની ઠીક-ઠીક ડાન્સ કરે છે તેમ કહી વિકી કૌશલે કહ્યું આજે ખાવાનું નહીં મળે

ફિલ્મી દુનિયા

મુંબઈ, કેટરીના કૈફ બોલિવુડ ઈન્ડસ્ટ્રીની બેસ્ટ એક્ટ્રેસની સાથે-સાથે બેસ્ટ ડાન્સર પણ છે. તેના ડાન્સ સ્ટેપ્સની કોપી આજના લાખો યુવાનો કરે છે. તે અત્યારસુધીના કરિયરમાં મોટાભાગના બધા કોરિયોગ્રાફર સાથે કામ કરી ચૂકી છે. જો કે, હવે પતિ વિકી કૌશલે તેને કોરિયોગ્રાફર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વાત એમ છે કે, એક્ટરની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ ૧૬ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. જેમાં તેની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર પણ છે.

ફિલ્મમાં તે કોરિયોગ્રાફરની ભૂમિકા ભજવી રહ્યો છે. વિકી ટીમ સાથે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ સંદર્ભમાં આપેલા ઈન્ટરવ્યૂમાં તેને જો તક મળે તો કોને કોરિયોગ્રાફ કરવા માગીશ તેવો સવાલ કરવામાં આવ્યો હતો. વિકી કૌશલે સવાલનો જવાબ આપતાં તરત જ પત્ની કેટરીના કૈફનું નામ લીધું હતું અને કહ્યું હતું ‘મને કેટરીનાને કોરિયોગ્રાફ કરવાનું ગમશે. તે ઠીક-ઠીક ડાન્સ કરે છે, છોકરી આમ તો ટેલેન્ટે છે અને વધારે સારું કરી શકે છે. બસ ઘરે જઈને જમવાનું નહીં મળે’. તેનો જવાબ જાણી સૌ તાળીઓ પાડીને હસવા લાગ્યા હતા. લગ્ન બાદ તેનું જીવન કેટલી હદે બદલાયું તે અંગે પણ એક્ટરે વાત કરી હતી.

તેણે કહ્યું હતું ‘મને લાગે છે કે, ફેરફાર એ મજબૂત શબ્દ છે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ. હું તેમ કહીશ કે તે ફેરફાર નથી. જીવનનો વિકાસ થયો છે. જીવન વધુ સારું બન્યું છે. શાંતિ છે. જીવન ખરેખર સરસ છે. જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. કપલે ૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ રાજસ્થાનના ૪૦૦ વર્ષ જૂના મહેલ સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં સાત ફેરા લીધા હતા. આ દિવસે કપલે તેમના પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રિત કર્યા હતા.

લગ્ન કરતાં પહેલા વિકી અને કેટરીનાએ આશરે દોઢ-બે વર્ષ સધી ડેટિંગ કર્યું હતું. બંનેએ તેમના લગ્ન થયા ત્યાં સુધી રિલેશનમાં હોવાની વાત છુપાવી હતી. વિકી કૌશલના વર્ક ફ્રંટની વાત કરીએ તો, ‘ગોવિંદા નામ મેરા’ સિવાય તેની પાસે મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર છે’, તેમાં લીડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ અને સાન્ય મલ્હોત્રા છે. આ સિવાય તે સારા અલી ખાન સાથેની લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ દેખાશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.