વિકી કૌશલ અને કેટરિના કૈફ જાહેરાતમાં સાથે દેખાયા

ફિલ્મી દુનિયા

મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફે લગ્ન કર્યા ત્યારથી જ ચર્ચા ચાલી રહી છે કે તેઓ ટૂંક સમયમાં જ સ્ક્રીન પર સાથે જાેવા મળવાના છે. રિયલ લાઈફ કપલને ફેન્સ ઓનસ્ક્રીન જાેવા માટે આતુર છે. થોડા દિવસ પહેલા જ મીડિયામાં અહેવાલ વહેતા થયા હતા કે વિકી અને કેટરિના એક કોમર્શિયલમાં સાથે જાેવા મળવાના છે. આ અહેવાલો સાચા ઠર્યા છે. વિકી કૌશલ અને કેટરિના કૈફે એક ટ્રાવેલ બ્રાન્ડની એડવર્ટાઈઝમેન્ટમાં સાથે કામ કર્યું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેમના શૂટિંગની વિવિધ તસવીરો શેર કરી રહ્યા છે. સામે આવેલી તસવીરોમાં વિકી અને કેટરિના હોલિડે લૂકમાં જાેવા મળી રહ્યા છે.

વિકી-કેટરિનાની જાેડી હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી છે. હજી આ એડવર્ટાઈઝમેન્ટ આવવામાં વાર છે પરંતુ ફેન્સ તો અત્યારથી જ તેમને સાથે જાેઈને ખુશ-ખુશ થઈ ગયા છે. હોલિડે મૂડમાં કપલ સુંદર લાગી રહ્યું છે. હવે ફેન્સે તેમને આ એડમાં સાથે જાેયા છે તો તેઓ ફિલ્મમાં જાેવા માટે પણ આતુર છે. હાલ તો વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ સેમ બહાદુર માટે કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્ડ માર્શલ સેમ માણેકશોની આ બાયોપિક છે. જ્યારે કેટરિના કૈફ ફિલ્મ મેરી ક્રિસમસનું શૂટિંગ કરી રહી છે.

આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ છે. આ સિવાય કેટરિનાની ફિલ્મ ‘ફોન ભૂત’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી છે. જણાવી દઈએ કે, વિકી કૌશલ અને કેટરિના કૈફે ૯ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. વિકી-કેટરિનાએ માત્ર અંગત મિત્રો અને પરિવારની હાજરીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. કપલના લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. થોડા દિવસ પહેલા વિકી કેટલો પ્રેમ કરે છે તેનું ઉદાહરણ આપતાં કેટરિનાએ કહ્યું હતું કે, આ વર્ષે તેની બર્થ ડે પર તે બીમાર હતી. ત્યારે તેનો મૂડ સુધારવા માટે વિકી કૌશલે ૪૫ મિનિટ સુધી કેટરિનાના બધા જ ગીતો પર ડાન્સ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.