બર્થ ડે પર કેટરિનાને મૂડમાં લાવવા વિકીએ ૪૫ મિનિટ સુધી ડાન્સ કર્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ, અભિનેત્રી કેટરિના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર કરણ જાેહરના ચેટ શૉ કોફિ વિથ કરણ પર પહોંચ્યા હતા. આ એપિસોડ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થઈ ગયો છે. ફોન ભૂત ફિલ્મની આ ત્રિપુટીએ શૉ દરમિયાન પોતાની પર્સનલ લાઈફ, લવ લાઈફ અને કરિયરને લગતા અનેક રસપ્રદ ખુલાસા કર્યા હતા. આ દરમિયાન કેટરિના કૈફે પણ વિકી કૌશલ સાથેના રિલેશનશિપ પર ખુલીને વાત કરી હતી.

રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન તેણે અત્યાર સુધીના સૌથી ક્યુય મોમેન્ટની પણ વાત કરી હતી. કેટરિનાએ જણાવ્યું કે, કેવી રીતે બર્થડે પર વિકીએ તેના દિવસને અત્યંત ખાસ બનાવ્યો હતો. કેટરિનાએ કહ્યું કે, બર્થડે પર હું વધારે ફિટ નહોતી. મારી તબિયત સારી નહોતી. મને કોવિડ થયો હતો. વિકી સમજી શકતો હતો કે મારો સમય સારો નથી ચાલી રહ્યો અને તેણે મારા મૂડને સ્વિચ ઓન કરી નાંખ્યો. તેણે મારા પ્રત્યેક ગીતનો ૪૫ મિનિટનો કોન્સર્ટ કર્યો અને આખા ગીત પર ડાન્સ કર્યો.

તમામ લોકો બેસી ગયા અને વિકીએ ડાન્સ કરવાની શરુઆત કરી. લોકો વિચારી રહ્યા હતા કે, તેને દરેક સ્ટેપ કેવી રીતે ખબર છે? સ્ટેપ્સ એટલા પર્ફેક્ટ નહોતા, પણ તેણે ડાન્સનો માહોલ બનાવી દીધો હતો. તે માત્ર મને હસાવવા માંગતો હતો. આ સિવાય કેટરિના કૈફે જણાવ્યું કે, વિક્કીની સૌથી ખાસ વાત એ છે કે તે ઘણો કોન્ફિડન્ટ છે. નોંધનીય છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલનું ફેમિલી બેકગ્રાઉન્ડ ઘણું અલગ છે. કરણ જાેહરે જ્યારે આ બાબતે પ્રશ્ન કર્યો તો, અભિનેત્રીએ જણાવ્યું કે, સૌથી જરુરી વાત એ છે કે વિકી પોતાના માતા-પિતા સાથે કેવો છે. તે ઘણો મહાન છે. તે પરિવારને અલગ પ્રકારનું માન આપે છે.

તે વફાદાર છે. લગ્ન પછી પણ તેમાં બદલાવ નથી આવ્યો. તેના મૂલ્યો અને સિદ્ધાંતો ઘણાં મજબૂત છે. પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતાં કેટરિનાએ કહ્યું રે, હું વિકી વિશે વધારે નહોતી જાણતી. મારા માટે તે માત્ર એક નામ હતું જેના વિશે મેં સાંભળ્યુ હતું. હું ક્યારેય તેની સાથે જાેડાઈ નહોતી. પરંતુ પછી જ્યારે હું તેને મળી, તો તેણે મારું દિલ જીતી લીધુ. ઉલ્લેખનીય છે કે વિકી કૌશલ અને કેટરિના કૈફ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાયા હતા.

તેમણે લગ્નમાં માત્ર પરિવારના લોકો અને ખાસ મિત્રોને આમંત્રિત કર્યા હતા. પોતાના રિલેશનશિપ વિશે વાત કરતાં કેટરિનાએ જણાવ્યું કે, આ મારું નસીબ હતું અને વાસ્તવમાં તે થવાનું હશે. એટલા બધા સંજાેગ ભેગા થતા હતા કે એક સમયે તે બધું અવિશ્વસનીય લાગતુ હતું. ઉલ્લેખનીય છે કે આ જ સિઝનમાં વિકી કૌશલ પણ કરણનો મહેમાન બની ચૂક્યો છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે આવ્યો હતો. કાઉચ પર બેસીને તેણે પણ પત્ની કેટરિનાના ખૂબ વખાણ કર્યા હતા.ષ્ઠ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.