ઉર્વશી અરબ મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવનારી પહેલી ભારતીય અભિનેત્રી બની

ફિલ્મી દુનિયા

મુંબઈ,
અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની સ્ટાઈલથી લોકોના દિલ પર રાજ કરે છે. અભિનેત્રીએ ટૂંકા સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હાલમાં જ ઉર્વશી રૌતેલાએ એક પ્રખ્યાત અરબ મેગેઝિન સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે રેડ ગાઉનમાં સુંદર દેખાઈ રહી હતી, ઉર્વશી આ આંતરરાષ્ટ્રીય મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવનારી પહેલી ભારતીય અભિનેત્રી છે. આ ફોટોશૂટ દરમિયાન તેણે ખૂબ જ મોંઘા મોંઘા ડ્રેસ પહેર્યા છે. જાે આપણે સૌથી મોંઘા ડ્રેસની વાત કરીએ તો તે ૨૫ લાખ છે, જે રેડ કલરનું ગાઉન છે.
સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા ઉર્વશીએ લખ્યું, “જ્યારે તમે સખત મહેનત કરો છો ત્યારે સપના સાકાર થાય છે, કારણ કે અમારા સપનાની ખૂબ માંગ છે.” આ મેગેઝિનના મુખ્ય સંપાદક સુલતાન અબુ ટાયર કહે છે કે, મેગેઝિનના શૂટિંગ દરમિયાન ઉર્વશીએ અમને તેના સપના વિશે વાત કરી. તેણે તેના લક્ષ્ય વિશે જણાવ્યું અને સાથે જ અમે ઉર્વશી સાથે તે જે ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે એના વિશે પણ ઘણી વાતો કરી.
તે જે રીતે મહિલા માટે ઉભી છે અને તેમનું સમર્થન કરે છે તે જાેઈને હું તેમને સલામી આપું છું. સુલતાન અબુ ટાયર આગળ કહે છે કે ઉર્વશીએ સૌથી મોંઘો ડ્રેસ પહેરીને ડ્રેસની શોભા વધારી છે. તેણે પહેરેલ ઓરેન્જ કલરના ડ્રેસની કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા છે અને જાે આપણે રેડ કલરના ડ્રેસની વાત કરીએ તો તેની કિંમત પણ કદાચ ૨૫ લાખ જેવી જ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.