ચાચા ચૌધરીનું ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ, ડિઝની + હોટસ્ટાર સાથે ડીલ સાઈન થઇ

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ફેમસ કાર્ટૂન કેરેક્ટર ચાચા ચૌધરી સિરીઝ પહેલીવાર ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ટુન્ઝ મીડિયા ગ્રુપે ડિઝની +હોટસ્ટાર સાથે ડીલ સાઈન કરી છે. ઓટીટી પર સિરીઝની બીજી સીઝન ટેલિકાસ્ટ કરવામાં આવશે. શોના નવા એપિસોડ માટે પ્રોડક્શન શરૂ થઇ ગયું છે જેમાં ૧૧ મિનિટના ૫૨ એપિસોડ હશે. ચાચા ચૌધરીને એનિમેટેડ સિરીઝ સ્વરૂપે ટુન્ઝ મીડિયાએ બે વર્ષ પહેલાં ડેવલપ કરી હતી. તેની પહેલી સીઝન જૂન ૨૦૧૯માં ટુન્ઝ સાથેની એક વિશેષ ટીવી ડીલ બાદ ડિઝની ચેનલ પર લોન્ચ કરવામાં આવી હતી.
ચાચા ચૌધરીને ઇન્ડયન કોમિક અને એનિમેટેડ મીડિયાની ૩૬૦ ડિગ્રી બ્રાન્ડ માનવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ચાચા ચૌધરીના ૫૦૦થી વધુ ટાઇટલ પબ્લશ થઇ ચુક્્યા છે. આ સિવાય તે ૧૮ ભાષાઓમાં ઈ-કોમિક સ્વરૂપે પણ અવેલેબલ છે. તેને તમે ગૂગલના ફ્રી વાઈ-ફાઈ વાળા ૧૦૦ રેલ્વે સ્ટેશનો પર પણ વાંચી શકો છો. ટુન્ઝ મીડિયા ગ્રુપના ઝ્રઈર્ં પી. જયકુમારે જણાવ્યું કે, અમે ચાચા ચૌધરીના્‌્પ્લેટફોર્મ પરના આગમનથી ઉત્સાહિત છીએ, જે આખા પરિવારને ચાચા અને સાબુ સાથે રહેવાનો મોકો આપશે. ડિઝની + હોટસ્ટાર ફૈંઁની આ ડીલથી અમારા જુના સંબંધો વધુ મજબૂત થયા છે.
ચાચા ચૌધરીના કેરેક્ટરને ફેમસ કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્માએ ૫૦ વર્ષ પહેલાં બનાવ્યું હતું. ચાચા ચૌધરીના કારનામાની શરૂઆત ૧૯૭૧માં પહેલીવાર લોટપોટ નામની હિન્દી મેગેઝીનથી થઇ હતી. ત્યારબાદ પ્રાણે તેમના પÂબ્લકેશન હાઉસ ડાયમન્ડ કોમિક્સની સ્થાપના કરી અને ચાચા ચૌધરી સૌના મનપસંદ બની ગયા. આજેપણ ચાચા ચૌધરી ૧૦થી ૧૩ વર્ષની ઉંમરના બાળકોના ગમતા કેરેકટર્સમાંના એક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.