ટીવી અભિનેત્રી ચાર્વી સરાફને પણ કોરોનાનો ડર

ફિલ્મી દુનિયા

મુંબઇ,
હાલના સમયમાં સમગ્ર દેશમાં કોરોનાનો કેર જાવા મળી રહ્યો છે ત્યારે ઘણા સેલિબ્રિટી પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. હાલમાં જ ચાર્વી સરાફનો એક લેટર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે જણાવે છે કે છેલ્લા પાંચ દિવસથી તે કોરોનાના ડરમાં જીવી રહી છે. મારી તબિયત છેલ્લા પાંચ દિવસથી ખરાબ છે. અને સતત ખરાબ થઇ રહી છે. પરંતુ દિલ્હીની હોસ્પટલોમાં કોરોનાનો ટેસ્ટ નથી થઇ રહ્યો આથી તેણે ઓપન લેટર લખીને મદદ માગી છે. તે જણાવે છે કે કોઇ ઘરે આવીને મારો ટેસ્ટ કરાવો. દિલ્હીમાં ટેસ્ટ કરાવવો અત્યારે ખૂબ જ મુશ્કેલ થઇ રહ્યો છે. જ્યારથી લાકડાઉનની જાહેરાત થઇ ત્યારથી અમે બધા ઘરમાં જ છીએ ફક્ત જરૂરી સામાન લેવા જ બહાર જઇએ છીએ. છેલ્લા એક અઠવાડિયાથી મારું તાપમાન વધી છે. શરીરમાં દુઃખાવો, શ્ર્વાસ ચડી જવો અને ગળામાં દુઃખાવો થઇ રહ્યો છે. દિલ્હીમાં વર્ષોથી ઇલાજ કરતા અમારા ડાક્ટર પાસે કોવિડની કીટ નથી. દિલ્હીમાં ટેસ્ટ કરાવવો ખૂબજ મુશ્કેલ થઇ ગયો છે. ચારવી કસોટી જિંદગી કી માં પ્રેરણાની બહેનનું પાત્ર ભજવી રહી છે.
આ જ રીતે દિયા ઓર બાતીમાં આવેલી અભિનેત્રી દીપિકા સિંહ ગોયલની માતા કે જે દિલ્હીમાં રહે છે તેમનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ તેમને કોઇ સારવાર મળી રહી નથી તેમ જ કોઇ હાસ્પટલમાં બેડ પણ નળી રહ્યો નથી ત્યારે દીપિકા સિંહે વીડિયો દ્વારા અરવિંદ કેજરીવાલને વિનંતી કરી હતી કે મારી માતાની સારવાર શકય તેટલી ઝડપથી થાય તેમની સાથે મારા પપ્પા અને બહેન પણ છે તો તેમના પણ રિપોર્ટ કરવામાં આવે તેવી વિનંતી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.