સીરિયલ ઈમલીમાં એક સાથે ત્રણ લીડ એક્ટર્સે છોડ્યો શૉ
મુંબઈ, Imlie સીરિયલ જાેનારા દર્શકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈમલી સીરિયલના ત્રણ લીડ એક્ટર્સે શૉ છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે, ઈમલીનો રોલ કરનારી એક્ટ્રેસ પણ હવે શૉમાં જાેવા નહીં મળે. ઈમલી ફેમ સુંબુલ તૌકીર ખાન, આર્યનનો રોલ કરનાર ફહમાન ખાન અને માલિનીનો રોલ કરનાર મયૂરી દેશપાંડે હવે જાેવા નહીં મળે. સુંબુલ અને ફહમાને વીડિયો શેર કરીને આ વાતની પૃષ્ટિ કરી છે. સાત સપ્ટેમ્બરના રોજ શૉમાં માલિનીનો રોલ કરનાર મયૂરી દેશપાંડે પણ ઈમોશનલ પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો કે તે હવે જાેવા નહીં મળે.
આખરે ઈમલી જેવી સુપરહિટ સીરિયલ છોડીને આ લીડ સ્ટાર્સ કેમ જઈ રહ્યા છે? ફહમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સુંબુલ તૌકીર ખાન સાથેનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, અમારા દર્શકોએ ઈમલી શૉને લગતા જે સમાચાર સાંભળ્યા છે તે સાચા છે. તમામ દર્શકોનો અધિકાર છે કે તેમને સાચી હકીકત જાણવા મળે. ઈમલી શૉ માટે મેકર્સ અને ચેનલે ર્નિણય લીધો છે. ઈમલી અને આર્યનની ઘણી સારી જર્ની રહી છે. હું તમામ ફેન્સને કહેવા માંગુ છું કે, તમે નિરાશ ના થાઓ. તમને આગળ પણ સારો કન્ટેન્ટ જ જાેવા મળશે. અમે બન્ને પણ દુખી નથી.
આર્યન અને ઈમલી આ વીડિયોમાં ભાવુક થઈ ગયા હતા. ઈમલીએ પણ પોતાના ફેન્સને કહ્યું કે, મેકર્સે તમામ લોકોની મંજૂરી સાથે જ બદલાવ કર્યો છે. મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે ઈમલી શૉને આટલો પ્રેમ મળશે. મારા માટે આ શૉ હંમેશા ઘણો ખાસ હતો અને રહેશે. મયૂર દેશપાંડેએ પણ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબા કેપ્શન સાથે પોતાના સફર વિશે વાત કરી છે. તેણે લખ્યું કે, મને આ પાત્ર માટે પસંદ કરવામાં આવી તે બદલ આભાર. આ શૉને કારણે હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકી.
આ પાત્રએ ફેન્સના દિલ જીત્યા છે. ઈમલી સીરિયલને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. પરંતુ હવે શૉમાં બદલાવ થવા જઈ રહ્યો છે, માટે લીડ કાસ્ટે શૉ છોડવો પડી રહ્યો છે. સીરિયલમાં હવે લીપ આવવાનો છે. જનરેશન લીપ થવાનો હોવાને કારણે મેકર્સે નવી કાસ્ટ લાવવાનો ર્નિણય લીધો છે. આ એક મોટો અને પડકારજનક ર્નિણય છે. હવે કયા નવા ચહેરા લાવવામાં આવશે તે જાણકારી હજી સુધી સામે નથી આવી.