ભોપાલની આ હોટલમાં થયું છે ‘આશ્રમ-3’નું શૂટિંગ, 2 મહિનાનો ખર્ચ જાણીનો ચોંકી જશો

ફિલ્મી દુનિયા

બોબી દેઓલ સ્ટારર ‘એક બદનામ આશ્રમ 3’ વેબ સિરીઝ 3 જૂન 2022ના રોજ રિલીઝ થઈ છે. આ સિરીઝની ગત બંને સિઝન હિટ રહી હતી. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત આ વેબ સિરીઝમાં કાશીપુરવાલે નિરાલા બાબાનો આશ્રમ છે, જેનું શૂટિંગ જયપુરમાં થયું છે. જો કે આશ્રમ સીઝન 3 (shooting of Ashram-3) વેબ સિરીઝનું ઘણું શૂટિંગ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પણ કરવામાં આવ્યું છે.

આશ્રમ-3નું મોટાભાગનું શૂટિંગ ભોપાલમાં થયું

એક રિપોર્ટ પ્રમાણે લાઇન પ્રોડ્યુસર સૈયદ જેદ અલીએ જણાવ્યું કે, ‘એક બદનામ આશ્રમ 3’ વેબ સિરીઝનું ઘણું શૂટિંગ ભોપાલમાં જ થયું છે. અભિનેતા બોબી દેઓલ સાથે આખી ટીમ શૂટિંગ માટે લગભગ 2 મહિનાથી ભોપાલમાં હતી અને સિરીઝનું શૂટિંગ ઘણા સ્થળોએ થયું હતું. આશ્રમ 3ના શૂટિંગમાં ભોપાલના ઘણા લોકેશન સામેલ હતા. મુખ્ય શૂટિંગ સ્થળોમાં ભોપાલમાં નૂર-ઉસ-સબાહ પેલેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. નૂર-ઉસ-સબા પેલેસનું નિર્માણ એચએચ નવાબ હમીદ ઉલ્લા ખાને તેમની મોટી પુત્રી બેગમ આબિદા સુલતાન માટે 1920માં કરાવ્યું હતું.

પ્રવાસીઓની પ્રિય હોટલ છે નૂર-ઉસ-સબા પેલેસ

નૂર-ઉસ-સબા પેલેસ એ ભોપાલના સૌથી VIP રહેણાંક મહેલોમાંથી એક છે. તે હવે હોટલમાં ફેરવાઈ ગયો છે અને તે પ્રવાસીઓની પ્રિય હેરિટેજ હોટલ છે. બોબી દેઓલ પણ નૂર-ઉસ-સબા પેલેસમાં 2 મહિના રોકાયો હતો. આ શાહી મહેલમાં તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કહેવાય છે કે, આ શાહી મહેલમાં બોબી માટે એક અલગ જિમ તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં બોબી દરરોજ વર્કઆઉટ કરતો હતો. નૂર-ઉસ-સબા પેલેસમાં બાબા નિરાલાના રૂમ ઉપરાંત કોરિડોરના દ્રશ્યો, કોર્ટના દ્રશ્યો વગેરે પણ શૂટ કરવામાં આવ્યા છે.

2 મહિના માટે હોટલના 60 રૂમ બુક કરાવવામાં આવ્યા હતા

જરૂરિયાત મુજબ મહેલમાં સેટ લગાવવામાં આવ્યા અને પછી ઈન્ડોર અને આઉટડોર શૂટ કરવામાં આવ્યું. સિરીઝમાં નિરાલા બાબાને ટેરેસ પર સોફા પર બેઠેલા બતાવવામાં આવ્યા છે, તે આ હોટલનું દ્રશ્ય હતું. આ હોટેલ લગભગ 2 મહિના માટે બુક કરવામાં આવી હતી. આ હોટલમાં 60 રૂમ હતા જે વેબ સિરીઝની ટીમ દ્વારા બુક કરવામાં આવ્યા હતા. આ હોટલમાં ટીમના ઘણા લોકો રોકાયા હતા. સૈયદ ઝેદ અલીએ જણાવ્યું કે, આ સિરીઝ ભોપાલના મુખ્ય સ્થળો જેમ કે ભોપાલમાં સદર મંઝિલ, ભડભડા પાસેની બસ્તી, સ્માર્ટ સિટી ભોપાલ, હમીદ મંઝિલ, શૌકત મહેલ, મોતી મહેલ પર શૂટ કરવામાં આવી છે.

42થી 48 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો

સૂત્રો અનુસાર, વેબ સિરીઝના કલાકારો માટે 2 મહિના માટે આ હોટલના તમામ રૂમ બુક કરવામાં આવ્યા હતા. આ હોટલ તરફથી લગભગ 70-80 હજાર રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા હતા. એટલે કે 2 મહિના માટે 42થી 48 લાખ રૂપિયાનો ખર્ચ થયો હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.